Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

બ્રિટનના ચીફ સાયન્ટિસ્ટે વ્યકત કરી ચિંતા

વેકસીનથી પણ નહીં રોકાય કોરોના : ફેલાશે બિમારી

લંડન,તા. ૨૦: એક તરફ દુનિયાભરમાં કોરોનાની ૧૫૦ વેકસીન પર કામ થઈ રહ્યું છે ત્યારે ટોપ એકસપર્ટે મોટો ઝટકો આપ્યો છે. બ્રિટનના ચીફ સાયન્ટિસ્ટ એડવાઈઝર સર પેટ્રિક વોલેસનું કહેવું છે કે કોરોનાને વેકસીનથી રોકી શકાશે નહીં. વેકસીન આવતા વર્ષે માર્ચ પહેલાં આવશે પણ નહીં. વોલેસનું કહેવું છે કે આજ સુધી ફકત ચિકન પોકસ જ એવી બીમારી રહી છે જેને મટાડી શકાઈ છે.વોલેસનું કહેવું છે કે કોરોનાની સારવાર સીઝનલ તાવ જેવી હોઈ શકે છે. તેઓ કહ્યું કે રિસર્ચ પહેલાં કરતાં સારું થઈ રહયું છે  પરંતુ હજુ સુધી કોઈ એવી વેકસીન આવી નથી જે મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચી શકે. પેટ્રિકે કહ્યું કે એવી વેકસીન મળે કે જેનાથી ઈન્ફેકશનને સંપૂર્ણ રીતે રોકી શકાય તેવી શકયતાઓ ઘણી ઓછી છે.  પેટ્રિકનું કહેવું છે કે આ વાતની સંભાવના વધારે છે કે બીમારી ફેલાતી રહેશે તો કયારેક સામાન્ય રહેશે. જો કે તેઓએ ચોક્કસથી કહ્યું છે કે વેકસીનેશનથી ઈન્ફેકશનની શકયતા ઘટશે. વાયરસના કારણે જે બીમારીની ગંભીરતા અને તીવ્રતા વધશે. ત્યારબાદ તે સામાન્ય ફ્લૂ જેવી થશે. તેઓએ કહ્યું કે આવનારા કેટલાક મહિનામાં નક્કી થશે કે કોઈ વેકસીન સુરક્ષા આપે છે તો તે કેટલા સમય સુધી અસર કરશે. સર પેટ્રિકનું કહેવું છે કે અનેક વેકસીન કેન્ડિડેટે ઈમ્યૂન રિસ્પોન્સ આપ્યો છે અને ત્રીજા ચરણના ટ્રાયલમાં ખ્યાલ આવે છે કે તે ઈન્ફેકશન સામે લડી શકશે કે કેમ, તેઓએ કહ્યું કે તેનાથી એ પણ ખ્યાલ આવે છે કે વેકસીન કેટલી સુરક્ષિત છે અને આબાદીને પહોંચી વળવા કેવી રીતે આપી શકાશે. તેઓએ કહ્યું કે આવનારા માર્ચ પહેલાં વેકસીન સામાન્ય લોકો સુધી પહોંચવી મુશ્કેલ છે.

(11:29 am IST)