Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

ભારતે કર્યું ઓડિશાના દરિયાકાંઠે એન્ટી ટેન્ક મિસાઇલ (SANT) નું સફળતાપૂર્વક પરીક્ષણ

બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બાદ ' સેંટ ' નું સફળ પરીક્ષણ કર્યું

ભુવનેશ્વર: ભારતે ઓડિશાના દરિયાકાંઠે સફળતાપૂર્વક એન્ટી ટેન્ક (SANT) મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે. આ અંગે સૂત્રોએ માહિતી આપી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભારતીય વાયુસેના (IAF) માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા આ મિસાઇલ બનાવવામાં આવી રહી છે. આ અગાઉ ભારતે રવિવારે અરબી સમુદ્રમાં ભારતીય નૌસેના દ્વારા સ્વદેશી રીતે નિર્માણ પામેલા બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું.

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સપ્તાહમાં ભારતે સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસ અને એન્ટી રેડિયેશન મિસાઇલ રૂદ્રમ -1 સહિત અનેક મિસાઇલોનું પરીક્ષણ કર્યું છે.

રુદ્રમ -૨ ના સફળ પરિક્ષણ બાદ તેને એક મોટી સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે, કારણ કે તે ભારતનું પ્રથમ સ્વદેશી રીતે વિકસિત એન્ટી રેડિએશન હથિયાર છે.

ઉપરાંત, 30 સપ્ટેમ્બરના રોજ, ભારતે બ્રહ્મોસનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. આ મિસાઇલ 290 કિ.મી.થી 400 કિ.મી.સુધી નિશાન સાંધી શકે છે.

(10:53 am IST)