Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

મહારાષ્ટ્રમાં પોલિંગ બુથો અને સ્ટ્રોન્ગ રૂમના ત્રણ કી,મી,ના વિસ્તારમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકો :એનસીપીની માંગ

પ્રોફેશનલ હેકર્સ દ્વારા મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને વીવીપેટ અને ઇવીએમ હેક થવાની શંકા

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 21 ઓક્ટોબરે મતદાન થવાનું છે. વોટિંગથી પહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ વીવીપેટ અને ઇવીએમ હેક થવાની શંકા દર્શાવતા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવા સુધી પોલિંગ બુથો અને સ્ટ્રોન્ગ રૂમના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ઇન્ટરનેટ બેન કરવાની માંગ કરી છે.

એનસીપીએ મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર લખીને ઇન્ટરનેટ સેવાઓ પર રોક લગાવવાનો આગ્રહ કર્યો છે. એનસીપી દ્વારા પત્રમાં લખવામાં આવ્યો છે કે, 'મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી, જેમા 8 કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. અહીં મતદાન પ્રક્રિયા ચૂંટણી પંચના નિર્દેશાનુસાર ઇવીએમ અને વીવીપેટ દ્વારા કરવામાં આવશે.

એનસીપીએ લખ્યું કે, મહારાષ્ટ્રના લોકોમાં આ વાતની શંકા છે કે ઇવીએમ અને વીવીપેટને હેક કરવામાં આવી શકે છે. એમનું કહેવું છે કે એવી દશામાં એમણે જેને વોટ આપશે, તેમનો મત પોતાના કેન્ડિડેટને ન જઇને કોઇ બીજા પાસે જશે.

પત્રમાં કહેવામાં આવ્યું છે, આ હેકિંગ પ્રોફેશનલ હેકર્સ દ્વારા મોબાઇલ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને પણ કરવામાં આવી શકે છે. આ પ્રકારની કોઇપણ ગેરકાનૂની ગતિવિધિ ન થાય તેને માટે અમે આગ્રહ કરીએ છીએ કે આપ મહારાષ્ટ્રમાં આ વાતનો નિર્દેશ આપો કે 21 ઓક્ટોબર 2019ના દિવસે મતદાન શરૂ થવાથી લઇને 24 ઓક્ટોબરે મતદાનની ગણતરી સુધી પોલિંગ બુથો અને સ્ટ્રોન્ગ રૂમની આતપાસના ત્રણ કિલોમીટરના અંતર સુધી ઇન્ટરનેટ બંધ રહેશે.

(11:48 pm IST)