Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

યુપીના ભાજપ નેતા ગજરાજ રાણાએ લોકોને આપી વિવાદી સલાહ: ધનતેરસે સોના-ચાંદીના ઘરેણાં નહીં,તલવાર ખરીદો

દેવબંધના નગર ભાજપ અધ્યક્ષ ગજરાજ રાણાની સલાહથી પાર્ટીએ ફેડો ફાડ્યો

લખનૌ : યુપીના ભાજપના એક નેતાએ લોકોને  સલાહ આપી હતી કે, ધનતેરસના અવસર પર લોકો સોના-ચાંદીના આભૂષણ અથવા વાસણ ખરીદવાની જગ્યાએ તલવાર ખરીદો.

 આ નેતાએ વધુમાં કહ્યું કે, અયોધ્યા મામલે ચુકાદો આવવાનો છે અને તેમને આશા છે કે, રામ મંદિરના પક્ષમાં જ આવશે. એટલે ત્યારબાદ ઉભી થયેલી સ્થિતિમાં શાંતિ સ્થાપવા અને પોતાની સુરક્ષા કરવા માટે હથિયાર કામમાં આવે. પશ્ચિમી ઉત્તર પ્રદેશના દેવબંધના નગર ભાજપ અધ્યક્ષ ગજરાજ રાણાએ આ વાત કરી હતી. જો કે, ભાજપના નેતાએ કહ્યું આ તેમની સલાહ છે અને તેને સલાહની રીતે જ માનવામાં આવે.

રાણાએ કહ્યું- અમારે ત્યાં દૈવીય અનુષ્ઠાનોમાં હથિયારોની પૂજા કરવામાં આવે છે. અહીં સુધી અમારા દેવી-દેવતાઓએ પણ સ્થિતિ મુજબ હથિયારોનો ઉપયોગ કર્યો છે. રાણાએ કહ્યું- મારું નિવેદન વર્તમાન બદલતા પરિવેશના સમુદાયના સભ્યો તરફી છે.

આ  અંગે ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા ચંદ્રમોહનએ પોતોનો અભિપ્રાય આપવા નનૈયો ભણ્યો. તેમણે કહ્યું કે, જેમણે પણ આ પ્રકારનું નિવેદન આપ્યું છે કે, પાર્ટીના જે પણ વ્યક્તિએ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો છે. પાર્ટીને આ મામલે લેવાદેવા નથી.

(9:30 pm IST)