Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ટોચની ૧૦ કંપની પૈકીની ૯ કંપનીની મૂડીમાં વધારો થયો

એકમાત્ર ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ઘટાડો : આરઆઇએલની માર્કેટ મૂડીમાં સૌથી જંગી વધારો થયો

મુંબઈ, તા. ૨૦ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની નવ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ ગયો છે. નવ કંપનીઓની માર્કેટ મૂડી સંયુક્તરીતે ૧.૪૭ લાખ કરોડ રૂપિયા સુધી વધી ગઈ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડની માર્કેટ મૂડી ૩૯૮૭૬.૪૪ કરોડ રૂપિયા વધીને ૮૯૭૧૭૯.૪૭ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ સ્થાને છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આ સપ્તાહમાં જ નવ લાખ કરોડ રૂપિયાની માર્કેટ મૂડી મેળવનાર પ્રથમ ભારતીય કંપની બની ગઈ હતી. મુંબઈ શેરબજારમાં શુક્રવારના દિવસે કારોબાર દરમિયાન કંપનીની માર્કેટ મૂડી નવ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. ટીસીએસની માર્કેટ મૂડી ૨૬૩૭૯.૨૭ કરોડ રૂપિયા વધીને હવે ૭૭૧૯૯૬.૮૭ કરોડ રૂપિયા સુધી રહી છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ તે બીજા સ્થાને છે. હિન્દુસ્તાન યુનિલીવર અને એચડીએફસી બેંકની માર્કેટ મૂડી ક્રમશઃ ૨૧૯૬૨.૦૨ કરોડ અને ૧૬૭૬૭.૮૯ કરોડ રૂપિયા વધીને ઉંચી સપાટીએ પહોંચી છે. છેલ્લા સપ્તાહમાં શેરબજારમાં ભારે ઉથલપાથલની સ્થિતિ રહી હતી. ઇન્ફોસીસની માર્કેટ મૂડી આ ગાળા દરમિયાન ૨૦૫૯૪ કરોડ રૂપિયા ઘટી ગઈ છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન શેરબજારમાં તેજી જામી હતી અને મોટાભાગના શેરોમાં ઉછાળો રહ્યો હતો. સેંસેક્સમાં ૧૧૭૧ પોઇન્ટ અથવા તો ૩.૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આના માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા પગલા અને સાથે સાથે વૈશ્વિક ઘટનાક્રમની અસરનો સમાવેશ થાય છે. આ સ્થિતિ હાલમાં યથાવત રહી શકે છે. કારણ કે, સરકાર દ્વારા જુદા જુદા પગલાઓ લેવાનો સિલસિલો જારી રાખ્યો છે. કોર્પોરેટ ટેક્સમાં ઉલ્લેખનીય ઘટાડો કરવામાં આવ્યા બાદ કંપનીઓની લાંબાગાળાની માંગ પૂર્ણ થઇ છે. સાથે સાથે તેમની રાહતની સ્થિતિ વધુ સુધારવાના સંકેત પણ દેખાઈ રહ્યા છે. માર્કેટ મૂડીની દ્રષ્ટિએ આરઆઈએલ હવે ટીસીએસ કરતા ખુબ આગળ નિકળી જતાં તે પ્રથમ સ્થાન ઉપર લાંબા સમય સુધી રહે તેમ માનવામાં આવે છે. બીજી બાજુ આવતીકાલે શેરબજારમાં રજા રહ્યા બાદ નવા કારોબારી સેશનમાં ટોપની કંપનીઓ વચ્ચે માર્કેટ મૂડીને લઇને કારોબારીઓની નજર રહેશે.

માર્કેટ મૂડીમાં વધારો.....

મુંબઈ,તા.૨૦ :શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની ૯ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. માર્કેટ મૂડી નીચે મુજબ છે.

કંપની

માર્કેટ મૂડીમાં વધારો

કુલ માર્કેટ મૂડી

આરઆઈએલ

૩૯૮૭૬.૪૪

૮૯૭૧૭૯.૪૭

ટીસીએસ

૨૬૩૭૯.૨૭

૭૭૧૯૯૬.૮૭

એચયુએલ

૨૧૯૬૨.૦૨

૪૫૫૯૫૨.૭૨

એચડીએફસી બેંક

૧૬૭૬૭.૮૯

૬૭૨૪૬૬.૩૦

એચડીએફસી

૧૪૭૨૮.૬૬

૩૬૧૮૦૧.૯૭

એસબીઆઈ

૧૩૫૨૧.૧૫

૨૪૦૬૫૨.૧૫

આઈસીઆઈસીઆઈ

૬૦૪૬.૧૬

૨૮૨૭૮૩.૩૯

કોટક મહિન્દ્રા

૫૨૨૩.૯૩

૩૦૮૫૫૫.૫૨

આઈટીસી

૨૯૪૮.૭૫

૩૦૨૮૬૧.૯૮

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(8:10 pm IST)