Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

પોકમાં કાર્યવાહી બાદ દેશમાં એલર્ટ વચ્ચે વિવિધ પગલાઓ

વિસ્ફોટક સ્થિતિ વચ્ચે ભારતીય સેના સાવધાન : કાલે રાજનાથસિંહ અને બિપીન રાવત લડાખમાં પહોંચશે

નવીદિલ્હી, તા. ૨૦ : જમ્મુ કાશ્મીરના તંગધાર સેક્ટરમાં પાકિસ્તાનના ગોળીબાર બાદ ભારતીય સેનાની જવાબી કાર્યવાહીને ધ્યાનમાં લઇને સંરક્ષણ મંત્રાલય પર એલર્ટ પર છે. બીજી બાજુ સરહદ ઉપર કોઇપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. સંરક્ષણ સ્થળો ઉપર સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. હવાઈ સીમા પણ મજબૂત રાખવામાં આવી છે. આજની કાર્યવાહીથી પાકિસ્તાન ફરી એકવાર હચમચી ઉઠ્યું છે અને તે દુસાહસના પ્રયાસ કરી શકે છે. સંરક્ષણ મંત્રાલય એલર્ટ પર છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સ્થિતિને લઇને સતત સેના પ્રમુખ જનરલ બિપીન રાવત સાથે વાતચીત જારી રાખી છે. પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરીને ત્રાસવાદીઓને ઘુસાડવાના પ્રયાસ થઇ રહ્યા હતા. પાકિસ્તાને આ ગોળીબાર એવા સમયે કર્યો હતો જ્યારે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને સેનાના વડા લડાખમાં પહોંચનાર હતા પરંતુ એક દિવસ પહેલા જ પાકિસ્તાને આ કાર્યવાહી કરી હતી. બીજી બાજુ ભારતીય સેનાના અધિકારીઓએ કહ્યું છે કે, પાકિસ્તાની છાવણીને થયેલા નુકસાનના મામલામાં મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે

           પરંતુ પાકિસ્તાને કબૂલાત કરી છે કે, પોકમાં ભારતના હુમલાથી ભારે નુકસાન થયું છે. જો કે, આતંકવાદી  અડ્ડાઓ ઉપર ભારતની કાર્યવાહીને લઇને પાકિસ્તાને કોઇ પ્રતિક્રિયા આપી નથી. દરમિયાન સરહદ ઉપર ગોળીબાર વચ્ચે લડાખમાં સંરક્ષણરીતે મહત્વપૂર્ણ એક પુલનું ઉદ્ઘાટન કરવા રાજનાથસિંહ અને બિપીન રાવત આવતીકાલે જમ્મુ કાશ્મીર પહોંચી રહ્યા છે. રાજનાથસિંહ અને રાવત લેહમાં દરમુકને ચીન સરહદ સાથે જોડાયેલી અંકુશરેખા નજીક દોલતબેગ ઓલ્ડીને જોડનાર માર્ગ પર બનેલા પુલનું ઉદ્ઘાટન કરવાની તૈયારી કરી છે. પૂર્વોત્તર લડાખની આ યાત્રા પહેલા સુરક્ષા વ્યવસ્થા ખૂબ મજબૂત કરી દેવામાં આવી છે. પુલનું નામ ભારતીય સેનાના જવાન કર્નલ સેવાંગના નામ પર રાખવામાં આવ્યું છે. કર્નલ લડાખના નિવાસી હતા. જમ્મુ કાશ્મીરમાં પાંચમી ઓગસ્ટના દિવસે કલમ ૩૭૦ની નાબૂદી બાદથી સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. એકબાજુ પાકિસ્તાની કટ્ટરપંથીઓ ઉપર જમ્મુ કાશ્મીરમાં સંપૂર્ણપણે બ્રેકની સ્થિતિ મુકી દેવામાં આવી છે. બીજી બાજુ પાકિસ્તાનની તરફેણ કરનાર રાજનેતાઓને પણ નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે. આતંકવાદીઓની કમર તોડી નાંખવામાં આવી છે. તેમની પાસે કોઇપણ હથિયાર અને નાણાંકીય સહાયતા ન પહોંચે તેવા કઠોર પગલા લેવામાં આવ્યા છે.

               પાકિસ્તાન કલમ ૩૭૦ની નાબૂદી બાદથી આંતરરાષ્ટ્રીય સમુદાયની સમક્ષ ખોટા અહેવાલ ફેલાવીને માહોલ બગાડવાના પ્રયાસમાં રહ્યું છે. આજ કારણસર ત્રાસવાદી ઘુસણખોરી કરાવીને શાંતિ ભંગ કરવાના તેના પ્રયાસો રહ્યા છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન કહી ચુક્યા છે કે, જમ્મુ કાશ્મીરમાં અંકુશ હટતાથી સાથે જ રક્તપાત સર્જાશે. બીજી બાજુ કેટલાક મર્યાદિત વિસ્તારોને બાદ કરતા સમગ્ર રાજ્યમાં નિયંત્રણો દૂર થઇ ચુક્યા છે અને ઇમરાનના ઇરાદાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. વ્યવસ્થા ખૂબ મજબૂત કરી દેવામાં આવી છે. પુલનું નામ ભારતીય સેનાના જવાન કર્નલ સેવાંગના નામ પર રાખવામાં આવ્યું છે. કર્નલ લડાખના નિવાસી હતા. જમ્મુ કાશ્મીરમાં પાંચમી ઓગસ્ટના દિવસે કલમ ૩૭૦ની નાબૂદી બાદથી સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. એકબાજુ પાકિસ્તાની કટ્ટરપંથીઓ ઉપર જમ્મુ કાશ્મીરમાં સંપૂર્ણપણે બ્રેકની સ્થિતિ મુકી દેવામાં આવી છે.

              બીજી બાજુ પાકિસ્તાનની તરફેણ કરનાર રાજનેતાઓને પણ નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે. આતંકવાદીઓની કમર તોડી નાંખવામાં આવી છે. તેમની પાસે કોઇપણ હથિયાર અને નાણાંકીય સહાયતા ન પહોંચે તેવા કઠોર પગલા લેવામાં આવ્યા છે. પાકિસ્તાન કલમ ૩૭૦ની નાબૂદી બાદથી આંતરરાષ્ટ્રીય સમુદાયની સમક્ષ ખોટા અહેવાલ ફેલાવીને માહોલ બગાડવાના પ્રયાસમાં રહ્યું છે. આજ કારણસર ત્રાસવાદી ઘુસણખોરી કરાવીને શાંતિ ભંગ કરવાના તેના પ્રયાસો રહ્યા છે. પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન કહી ચુક્યા છે કે, જમ્મુ કાશ્મીરમાં અંકુશ હટતાથી સાથે જ રક્તપાત સર્જાશે. બીજી બાજુ કેટલાક મર્યાદિત વિસ્તારોને બાદ કરતા સમગ્ર રાજ્યમાં નિયંત્રણો દૂર થઇ ચુક્યા છે અને ઇમરાનના ઇરાદાઓ ઉપર પાણી ફરી વળ્યું છે.

(8:02 pm IST)