Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ચાર જ વર્ષોમાં ત્રીજી વખત પાકિસ્તાનમાં સ્ટ્રાઇક કરાઈ

સર્જિકલ, એર સ્ટ્રાઇક બાદ હવે તોપ હુમલો : ભારતીય સેનાએ ફરી એકવાર જોરદાર પરાક્રમ દર્શાવ્યો

નવી દિલ્હી,તા. ૨૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારના ગાળામાં ચાર વર્ષમાં જ ભારતીય સેનાએ ત્રીજી વખત પાકિસ્તાનમાં સ્ટ્રાઇક કરી છે. તોપથી હુમલા કરીને એલઓસી પર મોટી સંખ્યામાં આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ૨૦૧૬માં ઉરીમાં ત્રાસવાદી હુમલા બાદ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓના મોટી સંખ્યામાં કેમ્પો ફૂંકી મારવામાં આવ્યા હતા. તે ગાળામાં પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ જવાબી કાર્યવાહી કરવામાં આળી હતી જેના ભાગરુપે હવાઈ હુમલા કરીને ત્રાસવાદી કેમ્પોને નષ્ટ કરવામાં આવ્યા હતા. હવે તોપથી હુમલા કરીને ભારતીય સેનાએ ત્રીજી વખત સ્ટ્રાઇક કરીને ત્રાસવાદીઓમાં ખળભળાટ મચાવી દીધો છે. ત્રણ વખત જુદી જુદી રીતે કાર્યવાહી કરીને પાકિસ્તાનની હરકતોનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે.

            પાકિસ્તાન પર ભારતીય સેનાની ત્રીજી સ્ટ્રાઇક કેટલી ખતરનાક હતી તેની ખાતરી આનાથી જ થઇ શકે છે કે, પાકિસ્તાને પણ ભારતના હુમલામાં ભારે નુકસાન થયું હોવાની વાત સ્વીકારી લીધી છે. પાકિસ્તાની સેનાએ પોતે કબૂલાત કરી છે કે, ભારતીય કાર્યવાહીમાં મોટી સંખ્યામાં જવાનોને નુકસાન થયું છે. પરંપરાગત યુદ્ધથી પહેલા ભારતીય સેનાએ ઉરીના હુમલાના જવાબમાં ૨૯મી સપ્ટેમ્બરની રાત્રે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. ત્યારબાદ પુલવામામાં ત્રાસવાદી હુમલા બાદ જૈશના આતંકવાદી કેમ્પો ઉપર પોકના બાલાકોટમાં હવાઈ હુમલા કરાયા હતા.

(7:59 pm IST)