Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ગુજરાતી મુળના અમેરિકી યુવાન નિમેશ પટેલે મંજૂરી વગર face recognition વાપરવા ફેસબૂક પર કર્યો કેસ

ફેસબુકમાં (Facebook) તમે જ્યારે ફોટો અપલોડ (photo upload) કરો છો ત્યારે તસવીરમાં રહેલી વ્યક્તિઓનાં તરત નામ આવી જાય છે. તમને ફેસબુક પૂછે છે કે તમારે આ ભાઇ કે બહેનને ટેગ (Tag) કરવાનાં છે? ફેસબૂકને તસવીરમાં રહેલા ચહેરા પરથી જ નામ ખબર પડી જાય છે. તે તેની ફેસ રિકગ્નિશન (face recognition) સિસ્ટમને કારણે છે. આ સુવિધાનાં કારણે તમારે કોઇને પણ ટેગ કરવામાં મુશ્કેલી થતી નથી પરંતુ તેનો ગેરલાભ પણ છે. આ સુવિધાથી મોબાઇલ કે અન્ય ગેજેટ અનલોક કરી શકાય છે. આ અંગે ગુજરાતી મૂળનાં અમેરિકી યુવાન નિમેશ પટેલે વર્ષ 2015માં ઇલિનોઇની કોર્ટમાં કેસ કર્યો હતો.

જોકે, ફેસબૂકે કેસ રદ કરવા માટેની અપીલ કરી હતી. 18મી ઑક્ટોબરે કોર્ટે ફેસબૂકની આ અપીલ ફગાવી દીધી હતી. જેના કારણે ફેસબૂક સામે આ કેસ ચાલશે. દરમિયાન ઈલિનોઈને બદલે આ કેસ હવે સાન ફ્રાન્સિકોની કોર્ટમાં ચલાવવા માટે બન્ને પક્ષોએ હામી ભરી છે.

ઇલિનોઇ રાજ્યમાં આશરે 70 લાખ લોકો ફેસબૂકનો ઉપયોગ કરે છે. જો ફેસબૂક દોષમાં આવશે તો તેને દરેક યૂઝર્સ દીઠ 1000 ડૉલરથી માંડીને 5 હજાર ડૉલરનો દંડ થઇ શકે છે. જે આંકડો ઘણો જ મોટો થઇ શકે છે. જેથી ફેસબૂકે કેસ રદ કરવાની અરજી કરી હતી.

ફેસબૂકે 2011માં આ સુવિધા ચાલુ કરી હતી. મોબાઈલમાં ઘણા લોકો ફેસિયલ રિકગ્નિશન લોક રાખતા હોય છે. ફોટાની મદદથી એ લોક પણ ખોલી શકાય છે. આ વાતની કોર્ટે ગંભીર નોંધ લઈને કહ્યુ હતું કે, આ કેસમાં લોકોની પ્રાઈવેટ લાઈફ જોખમાય છે.

(3:12 pm IST)