Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ભારત-અમેરિકા વ્‍યાપાર પર નવી માર્ગદર્શક પર કામગીરી ચાલી રહી છેઃ આંતરરાષ્‍ટ્રીય કંપનીઓ માટે ઘડાશે નિતીઃ નિર્મલા સીતારામ­ણ

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે કહ્યું કે ભારત અને પાકિસ્તાની વચ્ચે વ્યાપારને લઈને વાતચીત સકારાત્મક રીતે આગળ વધી રહી છે. તેઓએ આશા રાખી હતી કે તેનું પરિણામ જલ્દી જ જોવા મળે.

IMF મુખ્યાલયમાં સીતારમણ અને અમેરિકી ટ્રેજરી સચિવ સ્ટીવન નુચિનની વચ્ચે વ્યાપાર કરારને લઈને વાતચીત ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે નુચિન આવનારા મહિનામાં ભારત પ્રવાસે આવવાના છે. સીતારમણે કહ્યું કે મેં સચિવ નુચિનની સાથે અનેક મોટા વ્યાપારનો ઉલ્લેખ કર્યો છે. આ વિષય પર વાણિજ્યમંત્રી અને રોબર્ટ લાઈટહાઈઝર (અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિ) મળીને કામ કરી રહ્યા છે. સીતારમણના આધારે વાતચીત સકારાત્મક રીતે ચાલી રહી છે અને આ કરાર બને તેવી પૂરી શક્યતા છે. બંને પક્ષ વચ્ચે જલ્દી જ ડીલ ફાઈનલ થશે.

(2:00 pm IST)