Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

પેનિસુલા એરવેઝનુ વિમાન અલાસ્‍કા આઇલેન્‍ડ પરથી લપશી પડયુઃ એકનુ મોતઃ વિમાનમાં ૪ર લોકો સવાર હતા

પેનિસુલા : પેનિસુલા એરવેઝનું એક વિમાન શુક્રવારે અલાસ્કા આઈલેન્ડ પર દુર્ઘટનાનો ભોગ બન્યું હતું અને આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું. લેન્ડિંગ વખતે વિમાન રનવે પર લપસી જવાના કારણે આ અકસ્માત થયો હતો અને 38 વર્ષીય એક વ્યક્તિનું નિધન થયું હતું.

સુદૂર એલ્યુશિયન આઈલેન્ડના એરપોર્ટ પર વિમાન લપસી જવાના કારણે એક અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લેન્ડિંગ સમયે અકસ્માત થવાના કારણે વોશિંગ્ટન સ્ટેટના 38 વર્ષીય ડેવિડ અલ્લાન ઓલ્ટમૈનનું નિધન થયું હતું.

જાણવા મળ્યા મુજબ અકસ્માત સમયે વિમાનમાં ક્રૂ મેમ્બર્સ અને બે વર્ષના બાળક સહિત કુલ 42 લોકો સવાર હતા.

પેનિસુલા એરવેઝના પ્રતિનિધિએ તમામ કર્મચારીઓ વતી દુર્ઘટનામાં મૃત્યુ પામેલી વ્યક્તિ માટે સંવેદના વ્યક્ત કરી હતી.

(1:59 pm IST)