Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ઘણા પરિબળો વચ્ચે શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાની સંભાવના

ચૂંટણીના કારણે આજે ઇક્વિટી, કોમોડિટી, કરન્સી બજાર બંધ : શેરબજારમાં મંગળવારથી કારોબાર શરૂ થયા બાદ કમાણીના આંકડા, ચૂંટણી પરિણામ, માઇક્રો ડેટા સહિતના જુદા જુદા પરિબળની સીધી અસર રહી શકે

મુંબઈ, તા. ૨૦ : શેરબજારમાં નવા કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની સીધી અસર રહી શકે છે. સ્થાનિક માર્કેટ, ઇક્વિટી, કોમોડિટી, કરન્સી માર્કેટમાં આવતીકાલે સોમવારના દિવસે રજા રહેશે પરંતુ ત્યારબાદ શેરબજારમાં કારોબારી શરૂઆત થયા બાદ હાલમાં પ્રવાહી સ્થિતિ રહેવાની શક્યતા છે. હરિયાણામાં પણ વિધાનસભાની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે. આવી સ્થિતિમાં નવા કારોબારી સેશનમાં ચૂંટણી પરિણામો, ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા જાહેર કરવામાં આવનાર કમાણીના આંકડા, ફાઈનાન્સિયલ સેક્ટરની કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવનાર કમાણીના આંકડા, માઇક્રો ડેટા બજારની દિશા નક્કી કરવામાં ભૂમિકા અદા કરશે. ખાસ કરીને ચૂંટણી પરિણામોની સીધી અસર થશે. બંને રાજ્યોમાં ભાજપની સરકાર હાલમાં રહેલી છે. ચૂંટણી પરિણામોની સીધી અસર રહી શકે છે. એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક સહિતની મોટી બેંકો દ્વારા આ સપ્તાહમાં ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા જારી કરવામાં આવનાર છે. આ ઉપરાંત જસ્ટડાયલ, મહારાષ્ટ્ર સ્કુટર્સ, પીરામલ એન્ટરપ્રાઇઝ, બજાજ ફાઈનાન્સ, અરવિંદ ફેશન, બજાજ ઓટો, કેસ્ટ્રોલ, એચસીએલ, હિરો મોટો, બંધન બેંક દ્વારા તેમના પરિણામો જાહેર કરવામાં આવનાર છે. તાતા મોટર્સ દ્વારા પણ મહત્વના ત્રિમાસિક ગાળાના આંકડા જારી કરવામાં આવનાર છે.

             આ સપ્તાહમાં માઇક્રો ડેટા પણ જારી કરવામાં આવનાર છે જેમાં લોનના આંકડા, ડિપોઝિટ ગ્રોથના આંકડા, ફોરેન એક્સચેંજના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. ૨૫મી ઓક્ટોબરના દિવસે આ તમામ આંકડા જારી કરાશે. બેંક લોન ગ્રોથનો આંકડો અગાઉ ૮.૮ ટકા અને ડિપોઝિટનો આંકડો ૯.૪ ટકા રહ્યો હતો. બજારમાં વૈશ્વિક અર્થતંત્ર તરફથી જારી કરવામાં આવનાર ગ્રોથના આંકડા પણ અસર કરશે. ક્રૂડ ઓઇલની કિંમત, ડોલર સામે રૂપિયાની ચાલ, પીએમઆઈના ડેટા, ઇસીબીની બેઠકના પરિણામની અસર જોવા મળશે. આ ઉપરાંત વિદેશી મૂડીરોકાણકારો દ્વારા છેલ્લા સપ્તાહમાં ભારતીય મૂડી માર્કેટમાં ૫૦૭૨ કરોડ રૂપિયા ઠાલવી દેવાના આંકડાની અસર રહેશે. સરકારના પ્રયાસો સ્થાનિક માર્કેટમાં તેજી લાવવાના પ્રયાસ થઇ શકે છે. અગાઉના સપ્તાહમાં એફપીઆઈ દ્વારા સ્થાનિક મૂડી માર્કેટમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા.

          એફપીઆઈના પ્રવાહના ફિચર કોર્સના સંદર્ભમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત આકર્ષક મૂડીરોકાણના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. હાલમાં સરકાર દ્વારા વિવિધ પગલા લેવામાં આવ્યા હોવા છતા તેમની અસર ઓછી દેખાઈ રહી છે. બીજી બાજુ કારોબારીઓની નજર બ્રેગ્જિકના મોરચા પર ઘટનાક્રમ પર રહેશે. બ્રિટિશ લો મેકર્સ દ્વારા નવી કરવામાં આવેલી બ્રેગ્જિટ સોદાબાજીના સંદર્ભમાં અભ્યાસ કરવા વધારે સમયની માંગ કરી છે. ડિલને લઇને નિર્ણય લેવા વિલંબની વાત કરી છે. ગૃહના અધ્યક્ષ દ્વારા આવતીકાલે સોમવારના દિવસે કોઇ નિર્ણય લેવામાં આવનાર છે. મહારાષ્ટ્રમાં ફડનવીસની સરકાર સત્તામાં યથાવત રહી શકે છે કે કેમ તેને લઇને પણ કારોબારી નજર રાખી રહ્યા છે. બેંક સંબંધિત આંકડા પણ ખુબ મહત્વ રાખે છે.

(8:13 pm IST)