Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ભારત-ચીન મહત્ત્વના મુદાઓ પર સમયસર સંદેશા વ્યવહાર કરે

 

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે તાજેતરમાં દક્ષિણ ભારતના કાંઠાળ શહેર માલાપૂરમ ખાતે થયેલી ઔપચારિક બેઠકમં ચીનના પ્રમુખ  શિ જીનપીંંગ અને વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ સરહદો ઉપર શાંતિ અને સમતા જળવાઇ રહે તેના પગલાઓની ચર્ચા કરી હતી. પ્રાદેશિક અને વૈશ્વિક મુદાઓની ચર્ચા ઉપરાંત આ બંન્ને નેતાઓએ એવી યોજના ઘડવા સંમતિ આપી હતી જે દરેક રીતે સંઘર્ષને નિવારે.

ચીનના ભારત ખાતેના એલચી સન બેઇડોંગે જણાવ્યું કે ચીન અને ભાારત વચ્ચે તમામ મોટા મુદાઓ અંગે સમયસર વ્યૂહાત્મક સંદેશા વ્યવહાર હોો જોઇએ.  અને ધીરે ધીરે અરસપરસ સમજણ અને સમજૂતિ વિકસાવવી જોઇએ અને મતભેેદોનું નિરાકરણ લાવવું જોઇએ. વડાપ્રધાન મોદી  પણ આ બાબતે સંમત થયા હતા કે એક બીજાની મોટી ચિંંતાઓ અંગે વિચાર કરવા જોઇએ અને યોગ્ય રીતે હલ કરવા જોઇએ એમ તેમણે જણાવેલ હતુ.

(1:30 pm IST)