Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

હિંમત હોય તો ૩૭૦ પુનઃસ્થાપિત કરી બતાવોઃ અમિત શાહનો રાહુલને પડકાર

નવાપુરઃ  કેન્દ્રના ગૃહપ્રધાન અને ભારતીય જનતા પક્ષના વડા અમિત શાહે  આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પડકાર ફેંકયો હતો કે હિંમત હોય તો  જો તમે સતામા આવો તો જમ્મુ-કાશ્મીરમા કલમ ૩૭૦ ને પુનઃસ્થાપિત કરી બતાવો.  મહારાષ્ટ્રના આદિવાસી જિલ્લા નંદૂબારમાં ચૂંટણી સભાને  સંબોધતા અમિતભાઇએ કહ્યું હતુ કે  આ વર્ષે મે મહિનામાં બીજીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજીવાર જંગી બહુમતીથી ચૂંટાઇ આવ્યા એ બાદ તેમણે પહેલુ કાર્ય  જમ્મુ- કાશ્મીરને  વિશેષ દરજજો આપતી કલમને રદ કરવાનુ કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે  આ વિશેષ જોગવાઇને લીધે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ફેલાવતુ હતુ અને ૪૦૦૦૦ લોકોના મૃત્યુ થયા હતા

(1:29 pm IST)