Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

મળાશયમાં સોનું છૂપાવી દૂબઇથી આવતા બે શખ્સની ધરપકડ

ચેન્નઇઃ તમિલનાડુના ચેન્નઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર  કસ્ટમ વિભાગના એર ઇન્ટેલીજન્સ યુનિટે સોનાની તસ્કરીના આરોપમાં શનિવારે બે મુસાફરોની ધરપકડ કરી હતી.  બન્ને મુસાફરો દુબઇથી આવી રહ્યા હતા. તેઓએ પોતાના મળાશયમાં સોનું રાખ્યું હતુ. તસ્કરો પાસેથી ઝડપાયેલા સોનાની કિંમત આશરે રૂ. ૩૬ લાખ આંકવામાં આવી હતી. સોનાની તસ્કરીમાં ઝડપાયેલા આરોપીઓના નામ મોહમદ યાસીન અને શેખ અબ્દુલ્લા છે. શંંકા જતા એરપોર્ટ ઉપર બન્ને મુસાફરની પુછપરછ કરવામાં આવી હતી. અને અને ૯૦૯ ગ્રામ સોનુ મળી આવેલ હતુ. 

(12:46 pm IST)