Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ભારતીય અમેરિકા અભિજીત બેનર્જીએ વડાપ્રધાનને લઇ ખુલાસો કર્યો કે અમે એ સ્‍પેશ્‍યાલીસ્‍ટ છીએ કે અમોને કોઇ પણ સાથે કામ કરવામાં મુશ્‍કેલી નથી

નવી દિલ્હી : ભારતીય અમેરિકન અભિજીત બેનર્જીની નોબેલ વિજેતા તરીકે જાહેરાત થઇ ત્યારથી તેઓ સતત ચર્ચામાં છે. બેનર્જીને લઇ ભારતમાં રાજકારણ સતત ગરમાયું છે. જેવી તેમના નામની જાહેરાત થઇ તેના ગણતરીના સમયમાં જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ન્યાય યોજનાની સ્કીમ પાછળ બેનર્જીનું યોગદાન હતું, તો કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે કહ્યું કે બેનર્જીની વિચારસરણી સંપૂર્ણપણે વામની છે. તો આ બધાની વચ્ચે ખુદ અભિજિત બેનર્જીએ એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં કહ્યુ કે તેમણે પ્રોફેશનલ રીતે એ લોકોની સાથે કરવાની વાત પર જોર આપ્યું જેમનો નીતિઓને લઇ અલગ અભિપ્રાય છે. હું મારી આર્થિક વિચારસરણીમાં પક્ષપાત કરતો નથી. અમે રાજ્ય સરકારના કોઇ નંબરની સાથે કામ કરીએ છીએ જેમાં કેટલીય ભાજપની સરકારો છે. અમે ગુજરાત પોલ્યુશન (કંટ્રોલ) બોર્ડની સાથે કામ કર્યું, એ સમયે ગુજરાત પીએમ મોદીના હાથમાં હતુ. અમારો આ અનુભવ ખૂબ જ શાનદાર હતો. હું કહીશ કે તેઓ પુરાવાઓની સાથે જોડાવા માટે તૈયાર હતા અને તેમણે એ અનુભવની નીતિઓને લાગૂ કરી.

લોકસભા ચૂંટણી દરમ્યાન બેનર્જીએ કોંગ્રેસની ન્યાય યોજનાને તૈયાર કરવામાં સહાયતા પ્રદાન કરી હતી. આ સ્કીમની અંતર્ગત ગરીબી રેખાથી નીચે જીવન જીવનાર 20 ટકા પરિવારોને વાર્ષિક 72000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું.

બેનર્જીએ કહ્યું કે જો કોંગ્રેસની જેમ ભાજપ સરકાર અમને પૂછે કે એક ખાસ આવકની અંતર્ગત લોકોની સંખ્યા શું હતી તો શું મેં તેમને સાચુ નહી કહ્યુ હોય? મેં તેમને એકદમ સાચી વસ્તુઓ જણાવી. હું એટલો જ તૈયાર હોત. હું બધાની સાથે પ્રોફેશનલ રહેવા માંગુ છું.

બેનર્જીએ કહ્યુ આપણે એક એવા સ્પેશલિસ્ટ છીએ, જેમની પાસે કહેવા માટે કંઇ સ્પેશ્યલ છે. અમને કોઇપણ રાજ્યમાં કામ કરવામાં કોઇ સમસ્યા નથી. અમે ગંભીરતા અને સમસ્યાઓને હલ કરવાની ઇચ્છાને મહત્વ આપીએ છીએ.

આપને જણાવી દઇએ કે આની પહેલાં કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે શુક્રવારના રોજ પૂણેમાં સંવાવદાતાઓને કહ્યું હતું કે હું અભિજિત બેનર્જીને નોબેલ પુરસ્કાર જીતનારને અભિનંદન પાઠવુ છું. તમે બધા જાણતા હશો કે તેમની સંપૂર્ણ વિચારસરણની વામની તરફ ઝૂકેલી છે. ભાજપ નેતાએ કહ્યું કે બેનર્જીએ કોંગ્રેસ દ્વારા પ્રસ્તાવિત ન્યાય યોજનાનું સમર્થન કર્યું અને ભારતની પ્રજાએ તેમની વિચારસરણનીને નકારી દીધી.

બેનર્જીએ કહ્યું કે સંસ્થાન દમ તોડી રહી છે. યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સના (UPA)ના આખરી દિવસોમાં તમામ સંસ્થાન આક્રમક હતા. લાંબા સમયમાં આ કદાચ એક સારો વિચાર હતો, પરંતુ થોડાંક સમયમાં ઘણા બધા બિઝનેસમેન લોકો તેને લઇ પરેશાન હતા. હવે શું થાય છે કે આ સંસ્થાન હાજર છે, પરંતુ હવે તેઓ નિર્ણય લેતા નથી.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે અર્થતંત્રનું નોબેલ પુરસ્કાર ભારતીય મૂળના અભિજિત બેનર્જી, તેમના ફ્રેન્ચ-અમેરિકન પત્ની એસ્થર ડુફલો અને હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માઇકલ ક્રેમરને મળ્યો છે.

(1:34 pm IST)