Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

સીવીસીના પૂર્વ પ્રમુખ કે.વી. ચૌધરી રીલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના સ્‍વતંત્ર નિર્દેશક નિયુકત થયા

        મુકેશ અંબાણીની રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝએ કેન્‍દ્રીય સતર્કતા આયોગ (સીવીસી) ના પૂર્વ પ્રમુખ કે.વી. ચૌધરીને બોર્ડમાં સ્‍વતંત્ર નિર્દેશક તરીકે સામેલ કર્યા છે.

૧૯૭૮ બેચના ભારતી રાજસ્‍વ સેવાના અધિકારી ચૌધરી જૂન ર૦૧પ થી જુન-ર૦૧૯ સુધી સીવીસીના પ્રમુખ હતા. આ પહેલા તે ર૦૧૪ માં કેન્‍દ્રીય પ્રત્‍યક્ષ કર બોર્ડ (સીબીડીટી) ના ચેરમેન હતા.

        ચૌધરી રાજસ્‍વ વિભાગમાં કાળાનાણા સંબંધીત મુદાના સલાહકાર પણ હતા.

(12:00 am IST)