Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

કાશ્મીર ખીણના એક વોર્ડમાં માત્ર 9 મત પડ્યા: 8 વોટ સાથે ભાજપના ઉમેદવારની સરળ જીત

 

શ્રીનગર : કાશ્મીરના શંકરપોરાના ભાજપના ઉમેદવાર બશીર અહેમદ મીર શ્રીનગર નિગમ (SMC) ચૂંટણીમાં માત્ર 7 મતના અંતરથી પાર્ષદની પસંદગી થઇ હતી. રસપ્રદ બાબત છે કે 8 ઓક્ટોબરના રોજ શહેરનાં બહારનાં વિસ્કારમાં શંકરપુરા વોર્ડમાં માત્ર 9 મત પડ્યા હતા. મીર પોતાની જીત મુદ્દે આશ્વસ્ત હતા કે તેમણે મતદાન પુર્ણ થયા બાદ તુરંત મતદાન કેન્દ્ર ખાતે પોતાની જીતની જાહેરાત કરી દીધી હતી

તેમણે અહીં એસકેઆઇસીસીમાં પત્રકારને કહ્યું કે, વોર્ડમાં કુલ 9 મત પડ્યા, જેમાંથી મને આઠ મત મળ્યા. મારા વિપક્ષી ઉમેદવારને માત્ર એક મત મળ્યો. એસકેઆઇસીસીમાં મતગણતરી થઇ. શહેર બાઘી મહેતાબ વિસ્કારમાં શંકરપુરા વોર્ડ માટે મતદાન ચાર તબક્કાનાં શહેરી સ્થાનિક એકમ ચૂંટણી પહેલા તબક્કામાં કરવામાં આવ્યું હતું

(11:58 pm IST)