Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીએ છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભા ચૂંટણી માટે શનિવારે ઉમેદવારોની યાદી બહાર પાડી હતી. છત્તીસગઢમાં 77, તેલંગાણામાં 38 સીટો અને મિઝોરમ ચૂંટણી માટે 13 ઉમેદવારોની યાદી જાહેર કરી છે

 દિલ્હીમાં મળેલ ચૂંટણી સમિતીએ છત્તીસગઢનાં 90માંથી 77 સીટો પર ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધા. 77માંથી મહિલા 14 અને 25 યુવા ચહેરા, 53 ખેડૂત અને 10 અનુસૂચિત જનજાતી ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. 

  છત્તીસગઢમાં ભાજપ ચોથીવાર જીત પ્રાપ્ત કરવા માટે પોતાનાં 14 ધારાસભ્યોની ટીકિટ કાપી નાખી છે. પહેલાથી જ આ ધારાસભ્યોની ટીકિટ જાણવાનાં ક્યાસ લગાવાઇ રહ્યા છે. માનવામાં આવી રહ્યું હતું કે એન્ટી ઇનકમ્બેંસીને દુર કરવા માટે પાર્ટીએ ટીકિટ કાપવાની રણનીતી અપનાવી શકે છે. 

(11:38 pm IST)