Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

જમ્મુ કાશ્મીરમાં આર્મી કેમ્પ પર આતંકી હુમલામાં ગર્ભવતી મહિલાનું મોત

જમ્મુ કાશ્મીરના પુલવામાં શુક્રવારે આતંકીઓએ સેનાના કેમ્પ પર ગ્રેનેડ ફેંકેલ અને ફાયરીંગ કરેલ અને સેનાના જવાનોએ પણ આતંકીઓના ફાગરીંગનો જવાબ આપેલ. આ મુઠભેડમાં એક ગર્ભવતી મહિલા ઘાયલ થઇ હતી. મહિલાને સ્થાનિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવેલ જયાં ડોકટરોએ એમને મૃત જાહેર કરેલ.

(12:00 am IST)
  • સુરત:વહેલી સવારે ઉધના દરવાજા પાસે પુર ઝડપે દોડાવતા કારને અકસ્માત નડ્યો :કારનો કચ્ચરઘાણ તથા કાર ચાલકને ઈજા પહોંચી :ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો access_time 5:32 pm IST

  • અમરેલીના બાબરામાં 57 ગામના સરપંચોએ મામલતદારને આવેદન પાઠવ્યું:બાબરા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની કરી માગ: માગ નહી સંતોષાય તો સામૂહિક રાજીનામાની આપી ચીમકી. access_time 5:32 pm IST

  • બનાસકાંઠાના ગુંદરી ચેકપોસ્ટ પરથી પોલીસે વિદેશી દારૂની 7440 બોટલ અને ટ્રેઈલર સહિત કુલ 38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે પાઉડરની બોરી વચ્ચે સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે પાંથાવાડા પોલીસે બે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે access_time 7:57 pm IST