Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

અકસ્માત બાદ શિવાલા ક્રોસિંગ પર તોડફોડ થઈ

કેબિનમેન પર હુમલો કરાયો

ચંદીગઢ,તા. ૨૦ : પંજાબના અમૃતસરમાં રાવણ દહન દરમિયાન થયેલી દુર્ઘટના બાદ લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. શુક્રવારે રાત્રે વણઓળખાયેલા લોકોએ શિવાલા રેલવે ક્રોસીંગના કેબિન ઉપર હુમલો કર્યો હતો અને ભારે તોડફોડ કરવામાં આવી હતી. રેલવે અધિકારીઓએ વિગત આપતા કહ્યું હતું કે કેબિનના કાચ તૂટી ગયા હતા. કેબિન મેન ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. શિવાલા રેલવે ક્રોસીંગ પર થયેલી તોડફોડના સંદર્ભમાં વાત કરતા તેમણે કહ્યું હતું કે રાજકીય રેલવે પોલીસના આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેકટર જશપાલસિંહે કહ્યું હતું કે બારીઓના કાચ તોડી દેવામાં આવ્યા હતા. કેબિનમેન સાથે મારામારી કરાઈ હતી. અમૃતસર અને મનાવલા વચ્ચે ફાટક નં.૨૭ની પાસે દહનને જોવા માટે મોટી સંખ્યામાં લોકો રેલવે ટ્રેકની નજીક એકત્રિત થયા હતા. આ ગાળા દરમિયાન ટ્રેન પૂર્ણ ગતિથી આવી રહી હતી.

 લોકો રાવણ દહનમાં વ્યસ્ત હતા. ફટાકડાઓના અવાજ આવી રહ્યા હતા. જેથી ટ્રેન લોકો પરથી પસાર થઈ ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો અડફેટે આવી જતા તેમના મોત થયા હતા. અત્રે નોંધનિય છે કે આ દુર્ઘટના બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે પોતાની ઈઝરાયેલ યાત્રા રદ કરી દીધી છે.

(7:40 pm IST)