Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

કંપનીએ મોબાઇલ વોટરપ્રૂફ હોવાનો દાવો કર્યો, જજે પાણી મંગાવીને એમાં નાખ્યો

નવી દિલ્હી, તા.૨૦: હરિયાણામાં એક કન્ઝયુમર કોર્ટમાં એક મોબાઇલ કંપની પર ખોટો દાવો કરવા બદલ વળતર માગતો કેસ ગ્રાહકે કર્યો હતો. કંપનીનો દાવો હતો કે એનો મોબાઇલ વોટરપ્રૂફ છે. ગ્રાહકે આ દાવો ખોટો અને જૂઠો પ્રચાર હોવાનો પડકાર આપ્યો. જજ પાસે આ વાત પહોંચી ત્યારે તેમણે કોર્ટમાં જ કોણ સાચું ને કોણ ખોટું એનો ફેંસલો લઇ લીધો. તેમણે પાણી ભરેલો ટબ મગાવ્યું અને એમાં મોબાઇલ ડુબાડી દીધો. પાણીમાંથી બહાર કાઢયા પછી મોબાઇલ બંધ હતો. કોણ સાચું હતું એ વાત સાફ થઇ જતાં જજે કંપનીને આદેશ આપ્યો કે કાં તો ગ્રાહકનો મોબાઇલ રિપેર કરી દે કાં તેની નવો હેન્ડસેટ આપે અથવા તો પછી મોબાઇલની મૂળ કિંમત ગ્રાહકને પાછી આપે. એટલું જ નહીં, આ પ્રકારની હાલાકી માટે ગ્રાહકને સાડાસાત હજાર રૂપિયાનું વળતર આપવાનો આદેશ પણ થયો.

(3:49 pm IST)