Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

રેલવેએ અમૃતસર ટ્રેન દુર્ઘટનાની જવાબદારી પંજાબ સરકાર ઉપર નાખી: વળતર નહીં આપે એવું અનુમાન

આ સંબંધમાં રેલવે તરફથી કોઇ જ તપાસ નહીં કરવામાં આવે

અમૃતસર તા. ૨૦ : પંજાબના અમૃતસર પાસે દશેરાના દિવસે સાંજે એક ટ્રેન દુર્ઘટનામાં ૬૦દ્મક વધુ લોકોના મોત થયા છે. આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી પંજાબ સરકાર ઉપર નાંખી છે. રેલવે બોર્ડના ચેરમેન અશ્વીની લોહાનીએ શનિવારે  સ્પષ્ટ કહ્યું હતું કે, આ અતિક્રમણનો મામલો છે. તેમણે ચોખ્ખુ કહ્યું કે આ સંબંધમાં રેલવે તરફથી કોઇ જ તપાસ નહીં કરવામાં આવે. આ કાર્યક્રમ માટે રેલવેને કોઇ જ જાણકારી આપવામાં આવી ન હતી. અને આ અંગે કોઇ મંજૂરી પણ માંગી ન હતી.

લોહાનીએ કહ્યું કે ઘટના રેલવેમાં મેન લાઇન ઉપર ટ્રેન એક નિર્ધારિત સ્પીડથી દોડી રહી હતી. તેમણે જણાવ્યું કે, ડીએમયુ ડ્રાઇવરે હોર્ન વગાડ્યો અને બ્રેક લગાવવાની કોશિશ પણ કરી હતી. જોકે, ડીએમયુને રોકવા માટે ઓછામાં ઓછું ૬૨૫ મિટર પહેલા બ્રેક લગાવવી પડે.

જેના કારણે ટ્રાઇવર ટ્રેનને ન રોકી શકયો. તેણે વધું કહ્યું કે દુર્ઘટના ઘટીએ ટ્રેન રેગ્યુલર બેસિસ ઉપર દોડતી હતી. આ ટ્રેન અકસ્માતનો મામલો નથી પરંતુ રેલવે ટ્રેક ઉપર અતિક્રમણનો મામલો છે. એટલા માટે આ અંગે રેલવેએ તપાસના આદેશ આપ્યા નથી.

બોર્ડ ચેરમેનના આ નિવેદન પછી માનવામાં આવી રહ્યું છે કે, આ દુર્ઘટના માટે રેલવે તરફથી વળતરની જાહેરાત નહીં કરવામાં આવે. પંજાબ સરકારે મૃતકોના પરિવારને પાંચ લાખ અને કેન્દ્ર સરકારે ૨ લાખનું વળતર આપવાની જાહેર કરી છે.

રેલવેના એક અધિકારીએ કહ્યું હતું કે વરિષ્ઠ મંત્રીની પત્ની આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી હતી. એટલે કે આ કાર્યક્રમ અંગે પંજાબ સરકાર અને તંત્રને જાણકારી હતી. ઉલ્લેખનીય છે કે, દશેરના કાર્યક્રમમાં દુર્ઘટના બની એમાં પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિધ્ધુના પત્ની નવજોત કૌર સિધ્ધુ હાજરી આપી હતી. તેમના ઉપર આરોપ લાગ્યા છે કે ઘટના ઘટ્યા પછી મદદ કરવાના બદલે ત્યાંથી ચાલ્યા ગયા હતા.

જોકે, તેમણે જણાવ્યું હતું કે, રાવણનું પુતળું દહન થતું હતું ત્યારે જ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. ઘટનાની જાણકારી તેમને ન્હોતી. અમારી પ્રાથમિકતા રાજનીતિ કરવાની નહીં પરંતુ ઘાયલોને સુવિધા અને સારવાર આપવાની છે.(૨૧.૨૧)

(3:47 pm IST)
  • અમદાવાદમાં ખેડૂત સમાજની આવતી કાલે મળશે મિટિંગ:ખેડૂતોની સ્થિતિ બગડી રહી છે :રાજ્યમાં દુકાળના ડાકલા વાગી રહ્યા છે:બુલેટ ટ્રેન,સિમેન્ટ ફેકટરી,એક્સપ્રેસ હાઇવે ,સર, વિમાની ચુકવણી જેવા મુદ્દે થશે ચર્ચા:ખાતરના ભાવમાં વધારો,સિંચાઈ માટે વીજળી જેવા અનેક મુદ્દે થશે ચર્ચા access_time 5:23 pm IST

  • સુરત:વહેલી સવારે ઉધના દરવાજા પાસે પુર ઝડપે દોડાવતા કારને અકસ્માત નડ્યો :કારનો કચ્ચરઘાણ તથા કાર ચાલકને ઈજા પહોંચી :ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવાયો access_time 5:32 pm IST

  • બનાસકાંઠા:ડીસાના માણેકપૂરા ગામે ગરબા કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરની હાજરી:ગઈકાલે અલ્પેશ ઠાકોરનું માથું વાઢી લાવવા ઇનામ જાહેર કરતા ગરબા સ્ટેજ પરથી કર્યો લલકાર: મને મારવાના સપના જોનારાઓને કહું છું, રાત્રે 12 વાગે પણ એકલો ફરું છું જેને મારવો હોય તે આવી જાય access_time 5:32 pm IST