Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

વાંદરાઓએ પથ્થરમારો કરીને વૃદ્ઘને મોતને ઘાટ ઉતાર્યા

દેશભરમાં વાંદરાઓ દ્વારા મનુષ્યો પર હુમલા કરવાની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે

 બાગપત, તા.૨૦: ઉત્ત્।ર પ્રદેશના બાગપતમાં સ્થિત ટિકરી ગામમાં એક અજીબ ઘટના ઘટી હતી. જયાં વાદરાઓએ એક વૃદ્ઘ પર પથ્થરમારો કરીને તેમની હત્યા કરી હતી. આ મામલે પોલીસ પણ અસમંજસમાં છે કારણ કે મૃતકના પરિવારજનો દ્યટનાને હત્યાનું રૂપ આપી રહ્યા છે અને તેમણે પોલીસમાં વાંદરાઓ વિરૂદ્ઘ ફરિયાદ કરી સજા માટેની માંગણી કરી હતી.

પોલીસ મુજબ ૭૨ વર્ષીય વૃદ્ઘ ધરમપાલ સિંહ હવન માટે સૂકા લાકડા એકઠા કરી રહ્યા હતા, ત્યારે વાંદરાઓએ તેમની પર ઇંટો ફેંકી હતી. વાંદરાઓને આ ઇંટો બાજુના વિસ્તારમાં પડી ગયેલા મકાનમાંથી મળી હોવાનું માનવામાં આવે છે. માથા અને છાતીના ભાગે ઇજા થતા વૃદ્ઘને સારવાર માટે દવાખાને ખસેડાયા હતા જે દરમિયાન તેમનું મોત થયું હતું.

 મૃતકના પરિવારે ઔપચારિક ફરિયાદ નોંધાવી વાંદરાઓને ગુનેગાર ઠેરાવ્યા હતા. પોલીસે આ મામલાને એક દ્યટનાની રીતે નોંધી હતી. જેનાથી મૃતકનો પરિવાર સંતુષ્ટ નથી આથી તેમણે કાર્યવાહી કરવા માટે ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક સાંધ્યો હતો. મૃતકના પરિવાર મુજબ ધરમપાલ સિંહ પર વાંદરાઓએ ઘણી ઊંચાઇએથી ૨૦દ્મક વધારે ઇંટો ફેંકી હતી, જેના કારણે ધરમપાલને ગંભીર ઇજાઓ થઇ હતી. તેમના મુજબ વાંદરાઓ જ આ દ્યટના માટે જવાબદાર છે જેથી તેમને સજા થવી જોઇએ.

 આ મામલે ગ્રામીણ લોકોએ પણ સવાલો ઊઠાવતા મૃતકના પરિવારજનોને સમર્થન આપ્યું હતું. કારણ કે તેમના મુજબ વાંદરાઓએ સમગ્ર વિસ્તારને ત્રસ્ત કરી મૂકયો છે. ગ્રામજનોની જીંદગી પણ ભયભીત છે અને હાલમાં કોઇ પણ પ્રકારનો ઉકેલ નજર નથી આવી રહ્યો.

પોલીસે આ મામલે વન વિભાગનો સંપર્ક કરીને વાંદરાઓને પકડવા માંટેની મદદ માંગી હતી, જેથી ભવિષ્યમાં વાંદરાઓ દ્વારા મનુષ્ય પર હુમલાની ઘટનાઓને ટાળી શકાય. નોંધનીય બાબત છે કે દેશભરમાં વાંદરાઓ દ્વારા મનુષ્યો પર હુમલાની ઘટનાઓ વધવા લાગી છે. વન વિભાગ મુજબ રશેસ મેકકયુકસ વાંદરાઓની પ્રજાતિ હિંસક હોય છે અને આ પ્રજાતિ મનુષ્યો પર હુમલા કરવામાં અવ્વલ છે.(૨૨.૧૦)

(3:43 pm IST)