Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

યુપીના હાથરસમાં સંઘના શસ્ત્ર પૂજનમાં ફાયરિંગ: પત્રકાર સહિત 2 લોકો ઘાયલ

લખનૌ :ઉત્તર પ્રદેશના હાથરસમાં શુક્રવારે વિજયાદશમીના દિવસે વિજય મુહૂર્તમાં થતા શસ્ત્ર પૂજનમાં આરએસએસના કાર્યક્રમમાં હર્ષ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગમાં ભાજપના ધારાસભ્યના પુત્ર અને એક પત્રકારને ગોળી વાગી હતી  ઘટના બાદ કાર્યક્રમ સ્થળે અફરાતફરી મચી હતી. પત્રકારને ગળામાં ગોળી વાગતાં તેની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.

(12:29 pm IST)