Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો

દિલ્હીનાં પેટ્રોલ ૩૯ પૈસા અને ડીઝલ ૧૨ પૈસા સસ્તુ થયું

નવી દિલ્હી, તા.૨૦: પેટ્રોલ અને ડિઝલ સતત ત્રીજા દિવસે સસ્તુ થયું છે. દિલ્હીમાં પેટ્રોલ ૩૯-પૈસા અને ડીઝલ ૧૨ પૈસા પ્રતિલિટર સરખું થયું છે. પાટનગરમાં પેટ્રોલ-ડીઝલની હાલની કિંમત ૮૧.૯૯ પ્રતિલિટર અને ૭પ.૩૬ રૂ.પ્રતિલિટર છે. ત્રણ દિવસોમાં પેટ્રોલની કિંમતમાં ૮૪ પૈસા અને ડીઝલની કિંમતમાં ૩૩ પૈસાનો ઘટાડો થયો છે.

મુંબઇમાં પેટ્રોલ ૮૭.૪૬ રૂપિયા પ્રતિલિટર અને ડિઝલ ૭૯.૦૦ રૂપિયા લિટરે વેચાઇ રહ્યું છે કલકતામાં આજે એક લીટર પેટ્રોલ માટે ૮૩.૮૩ રૂપિયા ખર્ચ કરવા પડશે જયારે ડીઝલ ૭૭.૨૧ રૂપિયા લીટર મળી રહ્યું છે.

ચેન્નાઇમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં ક્રમશ ૪૧ પૈસા અને ૩૧ પૈસાના ઘટાડા બાદ હવે ૮૫.૨૨ અને ૭૯.૬૯ રૂપિયા લિટરે વેચાય રહ્યું છે.

તેલની કિંમતોમાં સતત ત્રણ દિવસના ઘટાડા પહેલા બુધવારે કિંમતોમાં કોઇ બદલાવ થયો નથી.

(11:35 am IST)