Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ભારતીય ચૂંટણીપર્વને રકતરંજિત કરવા પાકિસ્તાનના ખોફનાક ઇરાદા

પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓ ષડયંત્ર રચી રહ્યા છે : હુમલા કરવા તૈયારી

નવી દિલ્હી તા. ૨૦ : સામાન્ય ચૂંટણીઓ પહેલા ભારતની અંદર મોટાપાયે આતંક ફેલાવવાનું ષડયંત્ર પાકિસ્તાનમાં રચાઇ રહ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાનના એક વોટ્સએપ ગ્રુપમાં ચાલી રહેલ ખતરનાક પ્લાનીંગની ભાળ મેળવી છે. સૂત્રો અનુસાર લશ્કર રાજસ્થાનના જોધપુર રેલવે સ્ટેશન અને શહેરની અંદર આતંકવાદી હુમલો કરવાના પ્લાનીંગમાં છે.

આ રીપોર્ટ પછી સરહદ પર ખાસ સતર્કતા વધારી દેવાઇ છે. રીપોર્ટ અનુસાર ૨૦૦થી વધારે આતંકવાદીઓને સંપૂર્ણ ટ્રેનીંગ આપીને ભારતમાં ઘુસાડવાની તૈયારી થઇ રહી છે. કાશ્મીરમાં સ્થાનિક આતંકવાદી સંગઠનો નબળા પડયા પછી પાકિસ્તાનના સમર્થનવાળી જૈશ-એ-મહમ્મદ ખીણમાં આતંકવાદનું નેટવર્ક અને સંચાલનની જવાબદારી લેવાની ફરીથી કોશિષ કરી રહી છે. જૈશ ઉપરાંત અલ-કાયદા, હિજબુલ મુજાહીદ્દીન, લશ્કર અને આઇએસઆઇના આતંકવાદીઓનું ગઠબંધન કરવાની તજવીજ થઇ રહી છે. એક અધિકારી અનુસાર આતંકવાદીઓને ખબર છે કે તેમની પાસે બે મહીના છે જે દરમિયાન તેઓ ઘુસણખોરી કરી શકશે.

સૂત્રોનું કહેવું છે કે, સરહદની પેલી બાજુ લોન્ચ પેડ વધારી દેવાયા છે જેના દ્વારા આતંકવાદીઓને સતત ઘુસણખોરી માટે મોકલાઇ રહ્યા છે. લગભગ ૨૪૦ આતંકવાદીઓ અલગ-અલગ જગ્યાએથી ઘુસણખોરી કરવાની તજવીજમાં છે.(૨૧.૭)

(11:29 am IST)