Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ઓૈરંગાબાદમાં પત્નીથી પરેશાન પતિઓએ શૂર્પણખાનું પૂતળું બાળીને દશેરાની ઉજવણી કરી

મુંબઇ તા ૨૦ : દશેરાના દિવસે રાવણનુંં પુતળું બાળવામાં આવે એવી સામાન્ય પ્રથા છે, પરંતુ પત્નીથી પરેશાન કેેટલાક પતિઓએ આ તહેવાર સહેજ અલગ પ્રકારે દશાનન રાવણની બહેન શૂર્પણખાનું પૂતળું બાળીને ૈજવ્યો હતો.

મહારાષ્ટ્ર રાજયના ઓૈરંગાબાદ નજીકના કરોલી ગામે પત્નીપીડિત પુરુષ સંગઠનના પુરુષ સભ્યોએ ગુરૂવારે શૂર્પણખાના પુતળાનું દહન કર્યુ હતું.

સંગઠનના સ્થાપક ભરત ફુલારેએ જણાવ્યું હતું કે ' ભારતના તમામ કાયદાઓ પુરુષોની વિરૂધ્ધ અને મહિલાઓની તરફેણમાં છે અને મહિલાઓ નાની-નાની બનબતોને મુદો બનાવીને તેમના પતિ અને સાસરિયાંને હેરાન કરવા માટે આ  કાયદાઓનો દુરુપયોગ કરે છે, અમે દેશના પુરુષો પર થઇ રહેલા આ અત્યાચારને વખોડીએ છીએ અને એના પ્રતીક તરીકે અમારા સંગઠને દશેરાના દિવસે રાવણની બહેન શૂર્પણખાના પુતળાને બાળ્યું હતું'

હિન્દુઓની પોૈરાણિક કથા મુજબ રામ અને રાવણ વચ્ચેના યુદ્ધનું મુળ કારણ શૂર્પણખા હતી. શૂર્પણખાના અપમાનનો બદલો લેવા રાવણે સાધુનો વેશ ધારણ કરી સીતાનું હરણ કર્યુ હતું, જેના પગલે યુદ્ધ થયું હતું

ભરત ફુલારેેએ દાવો કર્યો હતો  કે ૨૦૧૫ ના રેકોર્ડ મુજબ સબંધિત વર્ષ દરમ્યાન આત્મહત્યા કરનારા કુલ પરિણીતોમાંથી ૭૪ ટકા પુરૂષો હતા. સંગઠનના કેટલાક પુરૂષોએ હાલમાં ચાલી રહેલી #MeToo ઝુંબેશ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

 

(10:07 am IST)