Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

ફ્લાઇટમાં શરૂમાં માત્ર ડેટા સર્વિસની લીલીઝંડી અપાશે

ભારતીય સરહદમાં સેવાઓની મંજુરી અપાશે : હવે રાષ્ટ્રીય સરહદની અંદર વોઇસ અને ડેટા સેવાઓની મંજુરી આપવા અંતિમ વિચારણા : યાત્રીઓને મોટી રાહત

નવીદિલ્હી, તા. ૧૯ : દૂરસંચાર વિભાગ ભારતીય સરહદમાં વિમાનો અને જહાજોમાં યાત્રીઓને શરૂમાં માત્ર ડેટા સેવાની મંજુરી આપવા ઉપર વિચારણા કરે છે. ફ્લાઇટ દરમિયાન કનેક્ટીવીટીના દિશા નિર્દેશ હેઠળ યાત્રીઓને ફ્લાઇટ અને દરિયાઈ જહાજોના પરિવહન દરમિયાન માત્ર રાષ્ટ્રીય સરહદની અંદર વોઇસ અને ડેટા સર્વિસની મંજુરી આપવામાં આવશે. દૂરસંચાર વિભાગના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, દૂરસંચાર વિભાગ શરૂઆતમાં ઉંડાણ દરમિયાન કનેક્ટીવીટીના દિશા નિર્દેશ હેઠળ માત્ર ડેટા સેવા માટે અરજી લેશે. વોઇસના ગેટવેને લઇને હજુ કેટલાક મુદ્દા રહેલા છે. જેથી આ સેવાઓ તાત્કાલિક ધોરણે શરૂ થઇ શકશે નહીં. મોટાભાગના વિકસિત બજારોમાં ઇનફ્લાઇટ સેવા ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. અલબત્ત વિમાનના ઉડ્ડયન અને ઉતરવાના ગાળા દરમિયાન મોબાઇલ ફોનના ઉપયોગ ઉપર અંકુશ રહેશે પરંતુ દૂર સંચાર આયોગે વિમાનની સીધી દિશામાં ચાલવાના ગાળા દરમિયાન મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ સેવાઓના ઉપયોગ પરથી પ્રતિબંધો દૂર કરી દીધા છે. વૈશ્વિક સ્તર પર કેટલીક એરલાઈન્સ દ્વારા પોતાના યાત્રીઓ માટે વાઈફાઇ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે પરંતુ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરવાની સ્થિતિમાં તેમને આ સુવિધા બંધ કરવાની ફરજ પડે છે. એરએશિયા, એરફ્રાન્સ, બ્રિટિશ એરવેઝ, ઇજિપ્ત એર, અમિરાત, એર ન્યુ ન્યુઝીલેન્ડ, મલેશિયા એરલાઈન્સ, કતાર એરવેઝ, વર્જિન એટલાન્ટિક એવી ૩૦ એરલાઈન્સમાં સામેલ છે જે ફ્લાઇટમાં મોબાઇલના ઉપયોગની મંજુરી આપે છે પરંતુ ભારતીય હવાઈ ક્ષેત્રમાં તેમની મંજુરી હોતી નથી. દૂરસંચાર વિભાગ આ દિશા નિર્દેશોને જારી કરતા પહેલા આગામી સપ્તાહમાં કાયદાકીયમંત્રાલય સાથે વાતચીત કરશે.

(12:00 am IST)
  • સુરેન્દ્રનગર:શહેરમાં પસાર થતી દુધરેજ નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર વૃદ્ધ દંપતીએ ઝંપલાવતા પતિનું મૌત નીપજ્યું :પાલિકા ફાયર ફાયટર ટિમ દ્વારા વૃધ્ધ પત્નીને બચાવી લેવામાં આવી:પોલીસે ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી access_time 8:38 pm IST

  • બનાસકાંઠા : દિયોદરમાં ચૌધરી સમાજના કન્યા સ્કૂલ અને કોલેજના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો:દિયોદરના રૈયા ગામે નાયબ મુખ્યમંત્રી સહિત આગેવાનો હાજર:પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ ભૂમિપૂજન કરતા સમયે નીચે પટકાયા:એકાએક પરબત પટેલ નીચે પટકાતા માહોલમાં ભય વ્યાપ્યો access_time 5:32 pm IST

  • ટ્રેન દુર્ઘટના બાદ નવજોત કૌર સિદ્ધુ હોસ્પિટલ પહોંચ્યા :દુર્ઘટના બની ત્યારે મેં સ્થળ છોડી દીધું હતું :ઇજાગ્રસ્તોને સારવાર મળે તેને પ્રાધાન્ય આપવું જોઈએ :જે લોકો આ બનાવ પર રાજકારણ કરી રહ્યા છે તેઓ શરમ આવવી જોઈએ;વિપક્ષના આક્ષેપનો નવજોત કૌર સિદ્ધુનો આકારો જવાબ access_time 1:10 am IST