Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

અમેરિકામાં કાયમી વસવાટ માટે ગ્રીન કાર્ડની રાહ જોઈને બેઠેલા 6 લાખ ભારતીયોમાંથી માત્ર 60 હજારને ગ્રીન કાર્ડ મળ્યા : હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા 2017 માં અપાયેલા ગ્રીન કાર્ડની માહિતી જાહેર

વોશિંગટન :અમેરિકામાં કાયમી વસવાટ માટે ગ્રીન કાર્ડ મળવાની રાહ જોઈને બેઠેલા 632219 ભારતીયો પૈકી 10 ટકાથી પણ ઓછા એટલેકે 60394 ભારતીયો 2017 ની સાલમાં ગ્રીન કાર્ડ મેળવવા નસીબદાર થયા છે.તેવું તાજેતરમાં હોમલેન્ડ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા  જાહેર થયેલા સત્તાવાર આંકડાઓ મુજબ જાણવા મળે છે.

 અમેરિકાના વર્તમાન કાયદાઓ મુજબ ગ્રીન કાર્ડ આપવા માટે દેશ દીઠ 7 ટકાનો ક્વોટા  હોવાથી ભારતના વતનીઓને કાયમી વસવાટની માન્યતા મેળવવામાં 25 થી 92 વર્ષનો સમય લાગી શકે છે.

ઉલ્લેખનીય છે કે ગ્રીન કાર્ડ મેળવી શકનાર વ્યક્તિને અમેરિકાનું નાગરિકત્વ મળી ગયેલું ગણાતું હોવાથી તેને અમેરિકનોને મળતા કામ કરવા સહિતના તમામ અધિકારો મળે છે.

(12:05 pm IST)