Gujarati News

Gujarati News

News of Wednesday, 20th September 2023

નોનસ્ટિક પેન અને હેર ડાઈથી કેન્સરનો ખતરો

૧૦ હજારથી વધુ મહિલાઓ પર કરેલા શોધના પરિણામમાં ખુલાસો

સાન ફ્રાંસિસ્કો તા. ૨૦ : વિશ્વમાં બદલતી લાઈફ સ્ટાઇલ તેમજ ખાણીપીણી બીમારીઓના કારણે બનાવામાંઙ્ગઆવી રહ્યું છે.એક સર્વેમાં જાણવા મળી રહ્યું છે કે પ્લાસ્ટિક, નોનસ્ટિક કુકવેર અને હેર ડાઈ જેવા રોજબરોજના ઉપયોગ થતા ઉત્પાદો મળતા પીએફએએસઙ્ગઅને બીપીએઙ્ગકેમિકલના કારણે મહિલાઓમાઙ્ગસ્તન, અંડાશય, ત્વચા, અને ગર્ભાશય કેન્સરનીઙ્ગઆશંકાઙ્ગવધી ગઈ છે. તેનો ઉપયોગ ટેફલોન પેન, વોટરપ્રુફ કપડા, ડાઘ પ્રતિરોધક કાર્પેટ અને ફૂડ પેકેજીંગમાં કરવામાં આવે છે. તેનાથી લોકો સુધી પહોંચવામાં આવીઙ્ગરહ્યું છે. જર્નલ ઓફ એકસપોઝર સાઇન્સઙ્ગએન્વાયર્નમેન્ટલ એપિડેમિયોલોજીમાં પ્રકાશિત શોધના જણાવ્યા મુજબ, કેન્સરથી પીડિત મહિલાઓના શરીર આ રસાયણોનું સ્તર ખુબ જઙ્ગવધુ હતું. એવામાં સ્પષ્ટ છે કે તેના કારણે કેન્સરનો ખતરો વધુ રહે છે.

ઙ્ગએક અન્ય રિસર્ચ મુજબ, વિશ્વમાં મહિલાઓ વાળમાં વધુ કલર કરે છે. તેથી તેમાં કેન્સરનો ખતરો પણ વધુ રહે છે. આ આંકડાના જણાવ્યા મુજબ, અનેક દેશોમાં ૮૦ ટકા સુધી મહિલાઓ કલરનો ઉપયોગ કરે છે. બીજી બાજુ પુરૃષોમાં આ આંકડો ૧૦ ટકા છે. વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, ડાઇ કરતા સમયે સ્કલ્પઙ્ગપર ન લાગે અને ડાઇનેઙ્ગસુકવ્યા બાદ વાળને સારી રીતે પાણીથી ધોવા જોઈએ.

(2:09 pm IST)