Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કોલકતા નાઈટ રાઇડર્સે આસાનીથી વિરાટ સેનાને હરાવી : 93 રનનો ટાર્ગેટ 10 ઓવરમાં હાંસલ કર્યો

શુભમન ગિલે 48 રન ફટકાર્યા :ડેબ્યુ કરી રહેલ અય્યરે 41 રને અણનમ: વરુણ-રસેલની જોડીએ છ વિકેટ ઝડપી : KKR ની વિજયી શરૂઆત

મુંબઈ : ઈંડિયન પ્રીમિયર લીગની 14મી સીજનના 31મા મુકાબલામાં કલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે રૉયલ ચૈલેજર્સ બેંગલોરને 9 વિકેટથી હરાવી છે આરસીબી તરફથી મળેલા 93 રનના લક્ષ્‍યને કેકેઆરે એક વિકેટ ગુમાવીને માત્ર 10 ઓવરમાં મેળવી લીધુ હતું  શુભમન ગિલે 48 રનની રમત રમી. જ્યારે કે આઈપીએલમાં પોતાનુ ડેબ્યુ કરી રહેલ હ અય્યરે 41 રન બનાવીને અણનમ રહ્યા હતા

 આ પહેલા બેંગલોરના બેટ્સમેનોને વરુણ ચક્રવર્તી અને આંદ્રે રસેલ સામે નમતુ લીધુ. જેને કારણે આરસીબીની આખી ટીમ માત્ર 92 રન બનાવીને ઓલઆઉટ થઈ. વરુણ-રસેલની જોડીએ મળીને છ વિકેટ પોતાને નામે કરી હતી

: ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ આરસીબીની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ હતી. જેમાં ટોસ જીતીને વિરાટ કોહલીએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

RCBની ટીમ આજે કોરોના વોરિયર્સને સમર્થન આપવા માટે બ્લૂ જર્સી પહેરીને મેદાનમાં ઉતરી હતી. પરંતુ તે 100 રન પણ બનાવી શકી નહોતી. KKRને માત્ર 93 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જે તેને સરળતાથી પાર કર્યો હતો.

આઈપીએલ 2021ની યુએઈ આવૃત્તિમાં આજે બીજી મેચ હતી અને  એકંદરે જોઈએ તો તે આ સિઝનની 31મી મેચ હતી. RCB અને KKRની ટીમો સામસામે હતી. જેમાં KKRએ RCBને 9 વિકેટે હરાવ્યું હતું. RCBએ KKRને 93 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જે તેઓએ 10 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. KKRની જીતના હીરો તેના ઓપનિંગ બેટ્સમેન અને તેની પ્રથમ બોલિંગમાં વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલ હતા.

KKR તરફથી સૌથી સફળ બોલર વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલ હતા. વરુણે 4 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેના સિવાય આન્દ્રે રસેલે પણ 3 ઓવરમાં 9 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે લોકી ફર્ગ્યુસને 2 વિકેટ મેળવી હતી, જ્યારે પ્રખ્યાત કૃષ્ણાને 1 વિકેટ મળી હતી.

RCBની ટીમ KKR સામે માત્ર 92 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. આરસીબી  તરફથી દેવદત્ત પડિકલે સૌથી વધુ 22 રન બનાવ્યા હતા. એસ ભરતે તેના પછી 16 રન બનાવ્યા હતા. આ સાથે જ વિરાટે પોતાની 200મી IPL મેચ રમતી વખતે 5 રન બનાવ્યા હતા. જ્યારે ડી વિલિયર્સ ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન અને કેપ્ટન વિરાટ કોહલીએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મોટો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલી એક જ ફ્રેન્ચાઈઝી માટે 200 મેચ રમનાર IPLના ઈતિહાસમાં પ્રથમ ખેલાડી બની ગયો છે. જોકે પોતાની 200મી મેચમાં વિરાટ કોહલી બેટથી ચમત્કાર કરી શક્યો ન હતો અને માત્ર 5 રન બનાવીને આઉટ થયો હતો.

RCB ને હરાવીને KKR પોઈન્ટ ટેલીમાં કૂદકો લગાવ્યો છે. હવે તે 7 થી 5 માં નંબર પર આવી ગઈ છે. આ સિઝનમાં 8 મેચમાં કેકેઆરની આ ત્રીજી જીત છે. આ સાથે જ RCB ને 8 મેચમાં ત્રીજી હાર મળી છે. જો કે, આરસીબી હજુ પણ પોઈન્ટ ટેલીમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે.

(11:25 pm IST)