Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

નવા મુખ્યમંત્રીને હટાવવા મહિલા આયોગની ઉગ્ર માગ

વિવાદો પંજાબ કોંગ્રેસનો પીછો નથી છોડી રહ્યા : ચરણજીત સિંહ પર ૨૦૧૮માં મિ ટૂ મૂવમેન્ટ દરમિયાન ગંભીર આરોપ લાગ્યા હતા જેમાં નોટિસ અપાઈ હતી

નવી દિલ્હી , તા.૨૦ : પંજાબમાં ચરણજીત સિંહ ચન્ની રાજ્યના પ્રથમ દલિત મુખ્યમંત્રી બની ગયા છે. ચરણજીત સિંહે આજે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સાથે તેમની મુશ્કેલી પણ વધી રહી છે. એક તરફ કોંગ્રેસની અંદર આંતરિક વિવાદ ઉચ્ચ સપાટીએ છે તો બીજીતરફ ચરણજીતનો જૂનો વિવાદ ફરી સામે આવી રહ્યો છે. મહિલા આયોગના ચેરપર્સને તેમના મુખ્યમંત્રી બનવાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર ૨૦૧૮માં મિ ટૂ મૂવમેન્ટ દરમિયાન ગંભીર આરોપ લાગ્યા હતા. રાજ્ય મહિલા પંચે ત્યારે તેમને નોટિસ ફટકારી હતી, ત્યાં સુધી કે તેમને સસ્પેન્ડ કરવા માટે ધરણા પણ આપ્યા હતા. પરંતુ મામલામાં પંજાબ સરકારે કોઈ પગલા ભર્યા નહીં. રેખા શર્માએ કહ્યું કે, જે પાર્ટી (કોંગ્રેસ) ના અધ્યક્ષ એક મહિલા છે, આજે તેમણે ચરણજીત સિંહને પંજાબના મુખ્યમંત્રી બનાવ્યા છે. તેમણે કહ્યું કે, મહિલા સુરક્ષા માટે વાખ ખતરો છે અને તેમની વિરુદ્ધ તપાસ થવી જોઈએ કારણ કે તે મુખ્યમંત્રી બનવા સક્ષમ નથી. રેખા શર્માએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પાસે ચરણજીત સિંહ ચન્નીને મુખ્યમંત્રી પદેથી હટાવવાની માંગ કરી છે.

પહેલા ભાજપે પણ કથિત રીતે એક મહિલા ૈંછજી અધિકારીને ખોટા મેસેજ મોકલ્યા બાદ મીટૂના આરોપનો સામનો કરનાર ચરણજીતને મુખ્યમંત્રી બનાવવાને લઈને કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. સાથે પાર્ટી નેતા અમિત માલવીયે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી ક્યા મોઢે મહિલા સુરક્ષાની વાત કરે છે.

(7:46 pm IST)