Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સેન્સેક્સમાં ૫૨૫, નિફ્ટીમાં ૧૮૮ પોઈન્ટનો મોટો કડાકો

ભારતીય બજારોની તેજીમાં અંતે નાનો વિરામ લાગ્યો : હિંદુસ્તાન યૂનિલિવર, આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, બજાજ ફિનસર્વ, એચસીએલ ટેકના શેર લીલા નિશાન પર બંધ

મુંબઈ, તા.૨૦ : આજે સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે શેર બજાર ગિરાવટ સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક સેન્સેક્સ ૫૨૪.૯૬ પોઈન્ટની ગિરાવટ સાથે ૫૮,૪૯૦.૯૩ના સ્તરે બંધ થયો. તો વળી નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૮૮.૨૫ પોઈન્ટ તૂટીને ૧૭,૩૯૬.૯૦ના સ્તરે બંધ થયો હતો. આજના મુખ્ય શેરોમાં હિંદુસ્તાન યૂનિલિવર, આઈટીસી, નેસ્લે ઈન્ડિયા, બજાજ ફિનસર્વ અને એચસીએલ ટેકના શેર લીલા નિશાન પર બંધ થયા. તો વળી ટાટા સ્ટીલ, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, બીપીસીએલ અને યૂપીએલના શેર લાલ નિશાન પર બંધ થયા.રૂઆતના કારોબારમાં શેરબજાર ગિરાવટ સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ ૩૫૨.૧૬ પોઈન્ટની ગિરાવટ સાથે ૫૮,૬૬૩.૭૩ના સ્તર પર ખુલ્યું જ્યારે નિફ્ટી ૧૨૬.૪૦ પોઈન્ટની ગિરાવટ સાથે ૧૭,૪૫૮.૮૦ના સ્તર પર ખુલ્યું હતું.

છેલ્લા સત્રમાં શેર બજારમાં સેન્સેક્સ ૧૨૫.૨૭ પોઈન્ટની ગિરાવટ સાથે ૫૯,૦૧૫.૮૯ના સ્તરે બંધ થયું હતું અને નિફ્ટી ૪૪.૩૫ પોઈન્ટ તૂટીને ૧૭,૫૮૫.૧૫ના સ્તરે બંધ થયો હતો.જૂલિયસ બેયરના કાર્યકારી નિર્દેશક મિલિંદ મુછલાએ કહ્યું કે ભારતીય બજારોમાં અંતતઃ એક નાનો વિરામ લાગ્યો છે જે મોટા સ્તરે વૈશ્વિક બજારોમાં ગભરાહટથી પ્રેરિત છે. તેમણે કહ્યું કે વૈશ્વિક રોકામકારોના મગજમાં ચાલી રહેલી બે મુખ્ય બાબતોમાં આગામી ફેડ બેઠક અને દેશની મુખ્ય સંપત્તી કંપનીઓમાંથી એક પર તણાવને લીધે ચીનની અસ્થાયી સંપત્તી બજારમાં અનિશ્ચિતતાનો સમાવેશ થાય છે. આજે હેંગસેંગ ત્રણ ટકાથી વધુની ગિરાવટ સાથે બંધ થયો. ચીન, જાબન અને દક્ષિણ કોરિયાના શેર બજાર રજાઓને લીધે બંધ રહ્યા. યૂરોપમાં સ્ટોક એક્સચેન્જ પણ મઘ્ય સત્ર સોદામાં ભારે નુકશાન સાથે કારોબાર કરી રહ્યા હતા.

(7:34 pm IST)