Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

સોનુ સૂદે ટેકસ ચોરીના આરોપો બાદ તોડયું મૌન

'હું અમુક મહેમાનોના આવોભગતમાં વ્યસ્ત હતો એટલે છેલ્લા ૪ દિવસથી તમારી સેવા માટે ઉપલબ્ધ નહોતોઃ હવે હું એક વાર ફરી વિનમ્રતાથી તમારી સેવામાં આજીવન માટે પાછો આવ્યો છું

મુંબઇ, તા.૨૦: ગયા અઠવાડિયે સોનુ સૂદના અનેક ઠેકાણે આયકર વિભાગે છાપેમારી કર્યા બાદ તેના પર ૨૦ કરોડના ટેકસની ચોરીનો આરોપ મૂકયો છે. હવે સોનુ સૂદે પહેલીવાર આ મામલે મૌન તોડતા સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ શેર કરી છે.

ગયા વર્ષે કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોની મદદ કરીને ચર્ચામાં છવાયેલા બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ ગયા અઠવાડિયાથી અન્ય કારણસર ચર્ચામાં છે. હકીકતે આયકર વિભાગ એ સોનુ સૂદ પર ઇનકમ ટેકસની ચોરી કરવાનો આરોપ મૂકયો છે. આયકર વિભાગે સોનુ સૂદના ૬ ઠેકાણાં પર છાપેમારી કર્યા બાદ સોનુ પર ૨૦ કરોડ રૂપિયાની ટેકસ ચોરીનો આરોપ મૂકયો છે. હવે સોનુ સૂદે આ મુદ્દે એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

સોનુએ આગળ લખ્યું, 'હું અમુક મહેમાનોના આવોભગતમાં વ્યસ્ત હતો એટલે છેલ્લા ૪ દિવસથી તમારી સેવા માટે ઉપલબ્ધ નહોતો. હવે હું એક વાર ફરી વિનમ્રતાથી તમારી સેવામાં આજીવન માટે પાછો આવ્યો છું. કર ભલા, હો ભલા, અંત ભલે કા ભલા. મારો પ્રવાસ ચાલુ રહેશે. જય હિંદ.'

જણાવવાનું કે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT)એ શનિવારે આરોપ મૂકયો કે સોનુ સૂદ અને તેના સહયોગીઓએ ૨૦ કરોડ રૂપિયાની ટેકસ ચોરી કરી છે. બોર્ડે એ પણ આરોપ મૂકયો કે જયારે આયકર વિભાગે તેમના અને તેમની સાથે જોડાયેલા લખનઉ સ્થિત ગ્રુપના પરિસરોમાં છાપેમારી કરી, તો જોવા મળ્યું કે તેમણે પોતાની હિસાબ વગરની આવક કોઈક ડુપ્લિકેટ સંસ્થાઓ પાસેથી અસુરક્ષિત ઋણ તરીકે બતાવવામાં આવી. વિભાગે સોનુ સૂદ પર વિદેશીઓ પાસેથી દાન મેળવતી વખતે વિદેશી અંશદાન વિનિયમન અધિનિયમ (FCRA)ના ઉલ્લંઘનના પણ આરોપ મૂકયા છે.

(3:57 pm IST)