Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ગણેશ વિસર્જનમાં મુંબઇ સહિત અનેક શહેરોમાં બની દુર્ઘટના : ૧૨ બાળકો સહિત ૧૫ લોકો ડૂબ્યા

મુંબઇ, બારાબંકી, ભિંડ અને રાજગઢમાં અનેક લોકોના ડૂબવાની ઘટના બની

નવી દિલ્હી તા. ૨૦ : ગણેશ વિસર્જનના દિવસે એટલે કે ગઈકાલે દેશના અનેક વિસ્તારોમાં લોકોના ડૂબવાની ઘટનાઓ બની હતી. મુંબઈના વર્સોવા બીચ પર વિસર્જન સમયે ૫ બાળકો ડૂબી ગયા જેમાં ૨ને બચાવી લેવાયા હતા. આ રીતે યૂપીના બારાબંકીમાં પણ મોટી દુર્ઘટના બની અને વિસર્જન સમયે ૫ શ્રદ્ઘાળુઓ કલ્યાણી નદીમાં ડૂબી ગયાની માહિતિ મળી રહી છે.

યૂપીમાં બારાબંકીમાં મૂર્તિ વિસર્જન સમયે મોટી દુર્ઘટના બની. ગણેશજીની મૂર્તિના વિસર્જનના સમયે ૫ શ્રદ્ઘાળુઓ કલ્યાણી નદીમાં ડૂબ્યા. ડૂબનારામાં એક મહિલા અને ૪ પુરુષો છે.

મળતી માહિતિ અનુસાર અહીં એસડીઆરએફની ટીમને બોલાવવામાં આવી. સ્થાનિક ગોતાખોરોએ મૃતદેહની તપાસ કરી પણ કંઈ હાથ લાગ્યું નહીં. અહીં પરિવારના તમામ લોકો વિસર્જન માટે કલ્યાણી નદી પર હયા હતા. ડૂબનારના નામ છે નારાયણધર પાંડેય પુત્ર હરિશ્ચંદ્ર- ૫૫ વર્ષ, નીલશે પટવાના પુત્ર મદન પટવા - ૩૫ વર્ષ, મદન પટવાના પત્ની મુન્ની પટવા- ૫૫ વર્ષ, ધર્મેન્દ્ર કશ્યપના પુત્ર સીતારામ - ૨૦ વર્ષ, સૂરજ પટવાના પુત્ર મદન -૧૮ વર્ષ છે.

(10:49 am IST)