Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

ગુજરાતના ખેડૂતો ૩૦,૧૦૮ કરોડનાં દેવાંના ડુંગર તળેઃ કેન્‍દ્રનો રિપોર્ટ

નવી દિલ્‍હી, તા.૨૦: દેશના વિવિધ રાજયોમાં ખેડૂતો ઉપર દેવા અંગે નેશનલ સેમ્‍પલ સર્વેના ૭૭મા રાઉન્‍ડ અંતર્ગત જાન્‍યુઆરી-ડિસેમ્‍બર-૨૦૧૯માં થયેલા સર્વેક્ષણનો રિપોર્ટ કેન્‍દ્ર સરકારે છેક હમણાં ૧૦મી સપ્‍ટેમ્‍બરે જાહેર કર્યો છે અને તે મુજબ ગુજરાતમાં કુલ ખેડૂત ખાતેદારો પૈકીના ૪૨.૫ ટકા ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયેલા છે અને રાજયના ખેડૂતો ઉપર સરેરાશ રૂા. ૫૬,૫૬૮નું દેવું છે.
છેલ્લે ૨૦૧૫-૧૬માં થયેલા એગ્રિકલ્‍ચરલ સેન્‍સસ મુજબ રાજયમાં કુલ ૫૩,૨૦,૬૨૬ ખેડૂતો છે. રાજયના ૪૨.૫ ટકા ખેડૂતો દેવાગ્રસ્‍ત છે, એટલે કે રાજયના ૨૨,૬૧,૨૬૬ ખેડૂતો ઉપર દેવું ચઢેલું છે. જયારે ખેડૂતો ઉપર સરેરાશ રૂા.૫૬,૫૬૮ નું દેવું છે. જેનો મતલબ એ નીકળે કે રાજયના ખેડૂતો ઉપર આશરે કુલ ૩૦,૧૦૮ કરોડનું દેવું છે.

 

(10:32 am IST)