Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

કોહલીનો વધુ એક મોટો નિર્ણય : IPL 2021 બાદ RCBના કેપ્ટન તરીકે આપશે રાજીનામું

કોહલીએ T-20 વર્લ્ડ કપની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કર્યા બાદ આરસીબીના કેપ્ટન પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી

મુંબઈ : વિરાટ કોહલીએ જાહેરાત કરી છે કે તે યુએઈમાં રમાઈ રહેલી આઈપીએલ 2021 ના બીજા ભાગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટનપદેથી રાજીનામું આપશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, વિરાટે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, IPL 2021 પૂર્ણ થયાં બાદ તેઓ આ કેપ્ટનશીપ છોડશે 12 સપ્ટેમ્બરે વિરાટ કોહલીએ T-20 વર્લ્ડ કપની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી અને હવે કોહલીએ આરસીબીના કેપ્ટન પદેથી પણ રાજીનામું આપવાની જાહેરાત કરી છે

કોહલીએ જણાવ્યું કે હું ફક્ત ટીમ ઈન્ડીયાની આગેવાની લેવામાં જ નસીબદાર રહ્યો નથી પરંતુ  મારી પૂરી તાકાતથી ટીમ ઈન્ડીયાની આગેવાની કરી છે. ટીમ ઈન્ડીયાના કેપ્ટન તરીકે મારી સફરમાં મને યોગદાન આપનાર તમામ લોકોનો આભાર માનું છું. કોહલીએ કહયું કે ટી20 કેપ્ટનશીપ દરમિયાન મેં ટીમને મારી પૂરી તાકાત આપી છે અને હું ભવિષ્યમાં પણ ટી20 ટીમ મારુ સર્વશ્રેષ્ઠ યોગદાન આપતો રહીશ. 

 

છેલ્લા થોડા વર્ષોમાં રોહિત શર્માએ ટી20 ફોર્મેટમાં કેપ્ટન તરીકે ઘણું ઊંચું સ્થાન મેળવ્યું છે. પોતાના કેપ્ટન તરીકેના કાર્યકાળમાં રોહિતે મુંબઈ ઈન્ડીયન્સને સતત બે ખિતાબ અપાવવાની સાથે કુલ પાંચ ખિતાબ અપાવ્યાં છે અને રોહિતનો આ રેકોર્ડ વિરાટ પર ભારે પડ્યો. અને ટીમના પસંદગીકારોની વચ્ચે ચર્ચા ચાલી હતી કે રોહિત જેવા શાનદાર ખેલાડીને પણ કેપ્ટનશીપની તક આપવી જોઈએ અને રોહિતની ઉંમર પણ એક બાબત છે જેની પર જેટલો બને તેટલો વહેલો નિર્ણય લેવો જરુરી હતો.

 

છેલ્લા ઘણા વર્ષથી ટીમ ઈન્ડીયાની કેપ્ટનશીપ કરી રહેલા વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતે ઘણી મહત્વની સીરિઝ પોતાને નામે કરી છે પરંતુ ભારતને તેની કેપ્ટનશીપમાં વ્હાઈટ બોલના ફોર્મેટમાં કોઈ આઈસીસી ખિતાબ સાંપડ્યો નથી. કોહલી પર આ મુદ્દે સતત દબાણ હતું અને સવાલ પણ ઉઠવા લાગ્યા હતા. વિરાટના નિર્ણય પાછળ પણ આ બાબત રહી છે. જોકે થોડા દિવસ બાદ શરુ થઈ રહેલા ટી-20 વર્લ્ડ કપ જીતીને પહેલો આઈસીસી ખિતાબ હાંસલ કરવાની વિરાટ પાસે તક છે. 

ReplyReply to allForward

(12:00 am IST)