Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

યુપીના બારાબંકીમાં કલ્યાણી નદીમાં ગણેશની મૂર્તિ પધરાવવા ગયેલા પાંચ લોકોના ડૂબી જવાથી મોત

પગ લપસી જતાં એક મહિલા અને તેના બે પુત્રો સહિત પાંચ લોકો ડૂબ્યા: બપોરે 10-15 લોકો શહેર નજીક કલ્યાણી નદીના પીપરા ઘાટ પુલ પર ગયા હતા.

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં કલ્યાણી નદીમાં ગણેશની મૂર્તિ પધરાવવા ગયેલા પાંચ લોકો તરતા આવડતું ન હોવાથી નદીમાં ડૂબી ગયા પ્રશાસન દ્વારા પાંચ લોકોની લાશ બહાર કાઢવામાં આવી છે 

મસુલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સાહદતગંજમાં નારાયણ ધર પાંડેના ઘરે ગણેશ પ્રતિમા મૂકવામાં આવી હતી. વિસર્જન કરવા માટે રવિવારે બપોરે એક વાગ્યાના અરસામાં 10-15 લોકો શહેર નજીક કલ્યાણી નદીના પીપરા ઘાટ પુલ પર ગયા હતા.

  ઉત્તર પ્રદેશમાં રાજધાની લખનઉને અડીને આવેલા બારાબંકી જિલ્લામાં ગણેશ પ્રતિમાના વિસર્જન દરમિયાન એક મોટો અકસ્માત સર્જાયો હતો. મૂર્તિ વિસર્જન દરમિયાન કલ્યાણી નદીમાં એક મહિલા સહિત પાંચ લોકો ડૂબી ગયા હતા. માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ડાઇવર્સની મદદથી બચાવ શરૂ કરી દીધો છે. તમામની લાશ નદીમાંથી બહાર કાઢવામાં આવી છે.

અહેવાલો અનુસાર ગણેશ મૂર્તિ વિસર્જન દરમિયાન કલ્યાણી નદીમાં પગ લપસી જતાં એક મહિલા અને તેના બે પુત્રો સહિત પાંચ લોકો ડૂબી ગયા હતા. લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલા પોલીસ દળે ડાઇવર્સની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી.

આ બધા થાના મસુલીના સફદરગંજના રહેવાસી છે. ઘટનાની માહિતી મળતાં પોલીસ અધિક્ષક, અધિક પોલીસ અધિક્ષક, પ્રાદેશિક ધારાસભ્ય ગૌરવ રાવત, રામનગરના ધારાસભ્ય શરદ અવસ્થી, ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન રાકેશ વર્મા સહિત અનેક વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

(12:00 am IST)