Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

તેલંગાણામાં બે આંતકવાદીઓને ઠાર મારતી પોલીસ

રાત્રે પોલીસ સાથે અથડામણ થતા એન્‍કાઉન્‍ટરમાં બે માઓવાદી હણાયા

હૈદરાબાદઃ તેલંગાણા ના કોમરમભીમ આસિફાબાદ જિલ્લાના કાગજનગર મંડળના કદંબા જંગલમાં પોલીસ (Police)ની સાથે કાલે રાત્રે થયેલા એન્કાઉન્ટરમાં બે માઓવાદીઓના મોત થયા છે. માર્યા ગયેલા માઓવાદીઓમાં વર્ગિસ અને એક અન્ય મહિલા માઓવાદી હોવાના અહેવાલ છે, જ્યારે બે અન્યની પણ માર્યા જવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ખૂબ જ ઘાઢ જંગલ છે અને અહીં વાઘનો મોટી સંખ્યામાં વસવાટ છે. પોલીસે ઘટનાસ્થળેથી એકે-47 જપ્ત કરી લીધો છે. આ એન્કાઉન્ટરમાં માઓવાદી પાર્ટી પ્રદેશ કમિટી સભ્ય મૈલરપુ આડેલ્લુ ઉર્ફે ભાસ્કર બચવામાં સફળ રહ્યો છે. પોલીસનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

25 વર્ષોથી અંડરગ્રાઉન્ડ ભાસ્કરના માથે 20 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. એન્કાઉન્ટર બાદ કોમરમ ભીમ જિલ્લાના પ્રભારી રામગુંડા પોલીસ કમિશ્નર વી. સત્યનારાયણ, એએસપી સુધીન્દ્રએ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું.

આ ઓપરેશનમાં સંયુક્ત આદિલાબાદ જિલ્લાના કુલ 8 ગ્રેહાઉડ્સ ટીમો અને 6 સ્પેશલ પાર્ટીઓએ હિસ્સો લીધો. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વર્ગિીસને હાલની નિયુક્તિઓમાં આદિલાબાદ જિલ્લાના ઈન્દ્રવેલી એરિય કમિટીના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યો હતો. મૂળે છત્તીસગઢના નિવાસી વર્ગિસ પર 5 લાખનું ઈનામ હતું.

પાકી માહિતી મળ્યા બાદ કરાઈ કાર્યવાહી - માઓવાદીઓની ગતિવિધિઓ પર કડક નજર રાખવાની સાથે જ પાકી સૂચનાના આધારે પોલીસે આ કાર્યવાહી કરી. છેલ્લા કે દિવસોથી આસિફાબાદ અને કાગજનગરની વચ્ચેના જંગલોમાં પોલીસ દળે સર્ચ ઓપરેશન તેજ કરી દીધું હતું. શુક્રવારે આસિફાબાઇ મંડળના ચિલાડીગુડામાં માઓવાદીઓ હાજર હોવાની સૂચના મળતાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

(3:47 pm IST)