Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

એઇમ્સ હોસ્પિટલ દ્વારા સીબીઆઇને સુશાંતના વિસરાનો રિપોર્ટ સોંપવામાં થશે વિલંબ

આજે મળનારી સીબીઆઇ અધિકારી અને એઇમ્સના ડોકટરોની મીટીંગ રદ થયેલ છે

નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના ચાહનારાઓ ખૂબ આતુરતાપૂર્વક આજના દિવસની રાહ જોઇ રહ્યા હતા. કારણ કે સુશાંતને હત્યા થઇ છે કે પછી આત્મહત્યા? આજે (20 સપ્ટેમ્બર)ના રોજ આ સત્ય સામે આવવાનું હતું. સુશાંત સિંહ રાજપૂતનો વિસરા રિપોર્ટ આજે એમ્સની ટીમ સીબીઆઇને સોંપવાને હતી. પરંતુ અત્યારે જાણકારી સામે આવી છે કે આ મીટિંગ ટાળી દેવામાં આવી છે. એટલે કે આ વિસરા રિપોર્ટ સામે આવવામાં હવે થોડી રાહ જોવી પડશે.

જી હાં! તાજા જાણકારી અનુસાર આજે થનારી સીબીઆઇ અને એમ્સના ડોક્ટરોની મીટિંગ ટાળી દેવામાં આવી છે. હવે આ બેઠક આગામી અઠવાડિયે થઇ શકે છે. આ મીટિંગ હવે આગામી મંગળવારે થઇ શકે છે. જોકે અત્યાર સુધી આ બેઠક કેમ ટાળવામાં આવી તે અંગે કોઇ કારણ સામે આવ્યું નથી.

તમને જણાવી દઇએ કે આ વિસરા રિપોર્ટ સામે આવ્યા બાદ મોતનું નક્કર કારણ સામે આવી શકે છે. સાથે જ ઝેરવાળી અટકળો પરથી પડદો ઉઠી શકે છે. તો બીજી તરફ એમ્સના ફોરેન્સિક ટીમના હેડ ડો. સુધીર ગુપ્તાએ કહ્યું કે 'સુશાંત સિંહ રાજપૂતના મોતના કારણે એમસના આ રિપોર્ટથી ખબર પડી જશે, જેને તે સીબીઆઇને સોંપશે. સુશાંતની મોતનો મામલો એક મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે. આ બોર્ડ સીબીઆઇને પોતાની સલાહ આપશે.

તો બીજી તરફ ન્યૂઝ એજન્સી આઇએએનએસનું માનીએ તો સુશાંત કેસમાં એવા સંકેત મળ્યા છે કે મુંબઇ પોલીસ અથવા મેડિકલ બોર્ડ તરફથી બેદરકારી વર્તવામાં આવી છે. દિવંગત બોલીવુડ સ્ટારની લાશનું પોસ્ટમોર્ટમ અને તેમની મહત્વપૂર્ણ વિસરાને યોગ્ય રીતે સાચવવામાં ન આવ્યા હોવાના સંકેત મળ્યા છે. એમ્સમાં ઉક્ચ પદસ્થ સૂત્રોએ જણાવ્યું કે એમ્સમાં ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી સાયન્સ વિભાગ દ્વારા પ્રાપ્ત વિસરા રિપોર્ટમાં ખૂબ જરૂરી જાણકારી સાથે આ વિકૃત છે.

(2:50 pm IST)