Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

દેશમાં કોરોના કહેરની ચિંતા વચ્ચે વડાપ્રધાન મોદી આવશે મેદાનમાં

ર૩ મી સપ્ટેમ્બર કોરોના સંક્રમિતની વધુ અસરવાળા રાજયોના મુખ્યમંત્રી સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજશે

નવી દિલ્હી: દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના મામલે સરકારમાં ચિંતા વધી છે. દેશમાં કોરોનાના સૌથી વધારે આંકડા 7 રાજ્યોમાં છે. સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, પીએમ આગામી સપ્તાહ આ રાજ્યોના સીએમ સાથે બેઠક કરી સ્થિતિ પર ચર્ચા કરી શે છે.

તમને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાના આંકડા 53 લાખને પાર કરી ગયા છે અને મૃતકોની સંખ્યા 85 હજારથી વધારે થઇ છે. કોરોના સંક્રમિતોની વધતી સંખ્યાની અસર દેશની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. એવામાં કેન્દ્ર સરકારની બેચેની વધતી જોવા મળી રહી છે.

આ હાલાતને સંભાળવા માટે હવે પીએમ મોદીએ કમાન સંભાળવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, તેઓ 23મી સપ્ટેમ્બરના સૌથી વધારે પ્રભાવિત 7 રાજ્યોના સીએમ સાથે વીડિયો કોન્ફરેન્સ દ્વારા વાત કરશે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી સહિત અન્ય રાજ્યોના સીએમ બેઠકમાં સામેલ થશે. આ બેઠકમાં કોરોના સામેના પગલા અંગે ચર્ચા કરી રણનીતિ તૈયાર કરવામાં આવશે.

પીએમ મોદીએ આ પહેલા પણ કોરોનાનો સામનો કરવા માટે 11 ઓગસ્ટના આંધ્ર પ્રદેશ, કર્નાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાણા અને ઉત્તર પ્રેદશના મુખ્યમંત્રીઓ સાથે ઓનલાઇન બેઠક કરી હતી. ત્યારબાદ લોકડાઉન પર નિર્ણયનો અધિકાર રાજ્ય સરકારોને આપ્યો હતો. પરંતુ તેમ છતાં રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા બાદ કેન્દ્ર સરકાર ફરી આ મામલે હસ્તક્ષેપ કરવા મજબૂર બની છે.

(2:50 pm IST)