Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 40 કેસ: કુલ આંક 5065 ગઈકાલે 149 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ 3827 ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ 76.15 ટકા થયો: ગઈકાલે 6195 સેમ્પલ લેવામાં આવ્યા હતાં.

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 40 કેસ નોંધાતા કુલ આંક 5065 એ પહોંચ્યો છે.  આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 40 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 5065 થયા છે.ગઈકાલે 149 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  3827 થતા રિકવરી રેટ 76.15 ટકા થયો છે. ગઈકાલે 6195 સેમ્પલ પૈકી 97 કેસ નોંધાતા પોઝિટિવ રેટ 2.95 ટકા થયો છે. આજ દિન સુધીમાં કુલ 1,70,726 સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

(1:16 pm IST)