Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

નાગા કરાર : બળવાખોરોની અલગ બંધારણ, ધ્વજની માગ

બળવાખોરો માગણીમાં મક્કમ, સમજૂતિમાં અવરોધ : NSCN-IMની મિટિંગ નાગાલેન્ડમાં દીમાપુર નજીક હેબ્રોનમાં કેન્દ્રીય હેડક્વાર્ટરમાં યોજવામાં આવી હતી

નવી દિલ્હી, તા. ૧૯ : અલગ નાગાલેન્ડની માગણી કરી રહેલા બળવાખોરોએ અલગ બંધારણ અને અલગ રાષ્ટ્ર ધ્વજની માગણી મૂકતાં નાગા સમજૂતિમાં ફરી મોટો અવરોધ આવ્યો છે. આ અંગેની ચર્ચામાં સામેલ નાગાલેન્ડનાં આગ્રણી વિદ્રોહી જૂથ, એનએસસીએન-આઇએમ અલગ ધ્વજ અને બંધારણની માંગણી કરી છે. વિદ્રોહી જૂથે કહ્યું હતું કે તે અલગ ધ્વજ અને બંધારણનાં વગર કેન્દ્ર સરકાર સાથે સન્માનજનક શાંતિ સમજૂતી કરી શકશે નહીં. એનએસસીએન-આઇએમએ એક સંયુક્ત પત્રકાર પરિષદની બેઠક શુક્રવારે યોજાઇ હતી, જેમાં નાગા સમુદાયનાં ઐતિહાસિક અને રાજનૈતિક અધિકારો અને ભારત-નાગા રાજકિય ચર્ચા કઇ રીતે સફળ થાય, આ અંગે વિચાર કરવામાં આવ્યો.

આ બેઠક નાગાલેન્ડમાં દીમાપુર નજીક હેબ્રોનમાં કેન્દ્રીય હેડક્વાર્ટરમાં યોજવામાં આવી હતી. એનએસસીએન-આઇએમનું કડક વલણ એવા સમયે બહાર આવ્યું છે, જ્યારે શાંતિ સમજૂતી પર અસર થઇ છે. કેમ કે આ જૂથ અને સમજૂતીકાર નાગાલેન્ડનાં ગવર્નર આરએન રવિ વચ્ચે મતભેદ છે. એનએસસીએન-આઇએમએ એક પ્રેસ રિલિઝ જારી કરી છે, એનએસસીએન-આઇએમનાં વલણનો પુનરોચ્ચાર કરવા માટે સર્વસંમતી એક એક પ્રસ્તાવ અપનાવ્યો છે, કે નાગા રાષ્ટ્રિય ધ્વજ અને યેહઝબાઓ (બંધારણ)ને નાગા સમજૂતીને સન્માનજનક અને સ્વીકાર્ય બનાવવા માટે ભારત-નાગા સમજુતીનો ભાગ બનવો જોઇએ.

આ પ્રેસ રિલિઝમાં એ પણ કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને એનએસસીએન-આઇએમે ૩ ઓગસ્ટ ૨૦૧૫નાં દિવસે હસ્તાતરિત ઐતિહાસિક ફ્રેમવર્કનાં આધાર પર જ અંતિમ સમજુતીની શોધ કરવી જોઇએ.

આ પ્રકરણ એવા સમયે આવ્યું છે જ્યારે નાગાલેન્ડ ગવર્નર અને મુખ્ય સમજુતી કાર વગર ગૃહ મંત્રાલય અને ગુપ્તચર બ્યુરોનાં અધિકારીઓ સાથે વાતચીતને આગળ વધારવા માટે મહાસચિવ થુડલિંગેંગ મુડવા સહિત એનએસસીએન-આઇએમનાં ઉચ્ચ નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ નવી દિલ્હીમાં છે.

(12:00 am IST)