Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

બિહારની ચૂંટણીમાં ઔવેસીની એન્ટ્રી :સમાજવાદી જનતા દળ ગઠબંધન કર્યું : નીતીશકુમાર પર પ્રહાર

ઔવેસીની પાર્ટી હવે બિહારમાં જનાધાર વધારવા માટે કામે લાગી

બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાને રાખી રાજકીય પાર્ટીઓ સક્રિય બની છે, હવે આરજેડી અને જેડીયુ સહિત બાકીની પાર્ટીઓ પણ મુશ્કેલીઓ વધારવા માટે એન્ટ્રી કરી રહી છે. ચૂંટણી પહેલા બિહારમાં એક નવું ગઠબંધન સામે આવ્યુ છે. AIMIM અને સમાજવાદી જનતા દળ વચ્ચે બનેલા ગઠબંધનને UDSA નામ આપવામાં આવ્યુ છે. માનવામાં આવે છે કે, ઔવેસીની પાર્ટી હવે બિહારમાં જનાધાર વધારવા માટે કામે લાગી ગઈ છે.

બિહારમાં ચૂંટણીના મેદાનમાં એન્ટ્રી મારતાની સાથે જ મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ હતું કે, બિહારમાં ગઠબંધનને લઈ કેટલીય પાર્ટીઓ સાથે વાત ચાલી રહી છે. લોકસભા ચૂંટણીમાં જે લોકો અમને મતોનું ધ્રુવીકરણ કરવાનો આરોપ લગાવતા હતા, તેમની શું હાલત થઈ છે, તે સૌ કોઈ જાણે છે. ઔવેસીએ અહીં નીતિશ કુમાર પર બરાબરના પ્રહારો કર્યો હતા.

(12:00 am IST)