Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

સાંસદ સન્ની દેઓલ અને અભિનેત્રી કરિશ્મા કપૂર સામે 22 વર્ષ જુના ચેન પુલિંગ મામલે રેલવે કોર્ટમાં ગુન્હો

બજરંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન ચેન પુલિંગ કર્યું હતું.

જયપુર : ફિલ્મ અભિનેતા અને ગુરૂદાસપુરના સાંસદ સની દેઓલ અને અભિનેત્રી કરિશ્મા કપૂરની મુશ્કેલી વધી છે. 22 વર્ષ જૂના કેસમાં રેલવે કોર્ટે સની અને કરિશ્મા સામે ગુનો દાખલ કર્યો છે. 1997માં જયપુરમાં બજરંગ ફિલ્મના શૂટિંગ દરમિયાન ચેન પુલિંગ કર્યું હતું.

   મામલે રેલવે કોર્ટે ટીનૂ વર્મા અને સતીશ શાહ પર આરોપ નક્કી કર્યા છે. રેલવેના નિયમો અંતર્ગત તમામ સામે કલમ 141, 145 અને 146 હેઠળ ફરિયાદ થઈ છે. જેમાં અયોગ્ય રીતે ટ્રેનના સંચાલનમં હસ્તક્ષેપ, નશો કરીનો ઉપદ્રવ મચાવવાનો કેસ અને રેલવે કર્મચારીઓના કામમાં દખલ કરવાનો કેસ દાખલ થયો છે

(12:03 am IST)