Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો : ફ્રાન્સે સોંપ્યુ પ્રથમ રાફેલ વિમાન

ડેપ્યુટી ચીફ એર માર્શલ વીઆર ચૌધરી દ્વારા 1 કલાક સુધી રાફેલ વિમાનમાં ઉડાણ ભરી

 નવી દિલ્હી : ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થયો છે. ભારતીય વાયુસેનાને પ્રથમ રાફેલ વિમાન મળી ગયું છે. આજે દસો એવિએશન દ્વારા પ્રથમ વિમાન વાયુસેનાને સોંપવામાં આવ્યું છે. નવા રાફેલ વિમાનને લઈને ડેપ્યુટી ચીફ એર માર્શલ વીઆર ચૌધરી દ્વારા 1 કલાક સુધી રાફેલ વિમાનમાં ઉડાણ પણ ભરવામાં આવી હતી.

રાફેલ વિમાન ઉડાવવા માટે ભારતીય પાયલટોને ફ્રાન્સની વાયુ સેના દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવ્યું છે. 2020ના માર્ચ મહિના સુધી અલગ અલગ બેચમાં 24 જેટલા પાયલટોને વિમાન ઉડાવવા માટે પ્રશિક્ષિત કરવામાં આવશે. 2015માં ભારત સરકારે ફ્રાંસની સરકાર સાથે આ ડીલ કરી હતી. જેમાં 36 રાફેલ વિમાન ભારત ખરીદશે તેવું નક્કી કરાયું છે.

આ ડીલને લઈને કોર્ટમાં ભારે ડ્રામા ચાલ્યો હતો. રાહુલ ગાંધીએ આ ડિલમાં ચોરી થઈ હોવાનો દાવો કર્યો હતો. ચોકીદાર હી ચૌર હૈ એવો નારો પણ આપ્યો હતો. આ રાફેલ વિમાનનો સોદો ભારે ચર્ચામાં રહ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી ગયો હતો અને તેમાં પણ મોદી સરકારને ક્લીન ચીટ મળી હતી.

(9:15 pm IST)