Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ઝારખંડઃ સરકારી યોજનાઓ અંગે લખનાર પત્રકારોને રાજ્ય સરકાર ૧૫૦૦૦ આપશેઃ આ અંગેની જાહેરાત પણ પ્રસિદ્ધ કરાઈ

૩૦ પત્રકારોની પસંદગી કરાશેઃ વિપક્ષે યોજનાની ઝાટકણી કાઢી

નવી દિલ્હી, તા. ૨૦ :. ઝારખંડની ભાજપ સરકારે પત્રકારોને આકર્ષવા માટે એક નવી યોજના શરૂ કરી છે. જે હેઠળ રાજ્યની કલ્યાણકારી યોજનાઓને કવર કરતા પ્રીન્ટ અને ટીવી પત્રકારોને રાજ્યની ભાજપ સરકાર ૧૫૦૦૦ રૂ. આપશે. આ અંગેની એક જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં રાજ્યની કલ્યાણકારી યોજનાઓ પર લેખ લખવા ઈચ્છુક પત્રકારો પાસે અરજી પણ માંગવામાં આવી છે.

આ યોજના હેઠળ પત્રકારોની એક સમિતી થકી પ્રિન્ટ અને ઈલેકટ્રોનીકસ મિડીયાના ૩૦ પત્રકારોની પસંદગી કરવામાં આવશે. સરકારના કાર્યક્રમો પર ચાર લેખ લખનાર ૩૦ ચુનંદા પત્રકારોને ૧૫૦૦૦ રૂ. આપવામાં આવશે. આ પ્રકારે કુલ ૧૨૦ લેખોમાંથી ૨૫ લેખોને પસંદ કરી બુકલેટનું સ્વરૂપ અપાશે. બુકલેટ માટે જે ૨૫ પત્રકારોના લેખ પસંદ થશે તે બધાને વધારાના ૫૦૦૦ મળશે.

જો કે વિપક્ષે આ પગલાની ટીકા કરી છે. જો કે ઝારખંડ ભાજપના પ્રવકતા દિનદયાળે કહ્યુ છે કે પત્રકારોની આ પ્રકારની કોઈપણ માંગણી નથી. જો કે બીજાનું કહેવુ છે કે આ ફેંસલો પત્રકારોની માંગથી જ થયો છે.

(3:56 pm IST)