Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

૧ પરિવારના રપ સભ્યોના હાથ-પગમાં ર૦થી વધુ આંગળીઓ

ભોપાલ તા. ર૦: દરેક માણસના એક હાથમાં પાંચ અને એક પગમાં પાંચ એમ કુલ વીસ આંગળીઓ હોય છે. જોકે મધ્ય પ્રદેશના એક પરિવારના લગભગ દરેક સભ્યના હાથ-પગની આંગળીઓની સંખ્યા વધુ છે. બેતુલ જિલ્લામાં રહેતા આ પરિવારના હાથ-પગમાં દસ-દસથી વધુ આંગળીઓ હોવાને કારણે તેમને ભણવામાં અને નોકરી મેળવવામાં પણ તકલીફ પડી રહી છે. બળદેવ ચાવલાનું કહેવું છે કે તેમના પરિવારમાં લગભગ પચીસ સભ્યો એવાં છે જેમના હાથ કે પગમાં દસથી વધુ આંગળીઓ હોય. એને કારણે સ્કૂલમાં લોકો તેમને ચીડવે છે અને બાળકો સ્કૂલનો અભ્યાસ પણ પુરો નથી કરી શકયા. આંગળીઓની સંખ્યા વધુ હોવાથી નોર્મલ લોકો માટેનાં ચંપલ તેમના પગમાં આવતા નથી. બળદેવભાઇના હાથમાં કુલ ૧ર આંગળીઓ અને પગમાં ૧૪ આંગળીઓ છે. વધુ આંગળીઓને કારણે તેમને કોઇ નોકરી પણ નથી આપતું. પરિવારના લોકોને કમાવા અને પેટ ભરવાનાં ફાંફાં છે, પરંતુ આ ખાસિયતને કારણે તેઓ દૂર-દૂર સુધી ફેમસ થઇ ગયા છે. લોકો દૂરથી તેમની અજીબોગરીબ આંગળીઓ જોવા માટે આવે છે.

(3:35 pm IST)