Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

ભાષા વિવાદ વણથંભ્યો: કમલહાસને કહ્યું દેશમાં અંગ્રેજી સામાન્ય ભાષા બની ગઈ છે, પરંતુ તે માત્ર એક સંયોગ

નવી દિલ્હી : હિન્દી દિવસ ના ઉપક્રમે ભારતના ગૃહ મંત્રી દ્વારા હિન્દી ભાષા અંગે નિવેદન આપતા ફરીથી ભાષાંવન વિવાદ વકર્યો છે. જે અંગે અમિત શાહ દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી છે કે દરેકે પોતાની ભાષાં બાદ હિન્દી ભાષાં શીખવી જોઇયે, હું પણ એક બિન હિન્દી રાજી ગુજરાત થી જ આવું છે. પરંતુ ભાષાં અંગે નો વિવાદ સમવાનું નામ નથી લઈ રહ્યો. રોજ કોઈ ની ને કોઇની પ્રતિ ક્રિયા આવી રહી છે. જે અંગે ફરી એક વાર દક્ષિણ ના સુપર સ્ટાર કમાલ હાસને વિવાદ નો વંટોળ છેડ્યો છે.

વન નેશન, વન લેંગ્વેજનો વિરોધ બંધ થતો નથી. હવે અભિનેતા કમલ હાસને કહ્યું કે દેશમાં અંગ્રેજી સામાન્ય ભાષા બની ગઈ છે, પરંતુ તે માત્ર એક સંયોગ છે. અગાઉ અભિનેતા રજનીકાંતે કોઈપણ ભાષા લાદવાનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે દક્ષિણ રાજ્યો પર હિન્દી લાદવાનું દુર્ભાગ્યપૂર્ણ છે.

(12:30 pm IST)