Gujarati News

Gujarati News

News of Friday, 20th September 2019

દિલ્હીમાં ભાજપના નેતાએ તેની પત્નીને જાહેરમાં તમાચો માર્યો : બીજેપી કાર્યાલય બહાર હંગામો

નેતાની પત્ની પણ ભાજપના નેતા: સાઉથ દિલ્હીના મેયર પડે રહી ચુક્યા છે

નવી દિલ્હી : દિલ્હીમાં ભાજપ નેતા આઝાદસિંહે પોતાની પત્નીને જાહેરમાં તમાચો મારતા વિવાદ થયો છે. આઝાદસિંહ મહરૌલી જિલ્લાના અધ્યક્ષ હતા. જોકે, દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ સમગ્ર વિવાદ સામે આવતા આઝાદસિંહને પાર્ટીના તમામ પદેથી હટાવ્યા છે.

આઝાદસિંહની પત્ની ભાજપની નેતા પણ છે અને તેઓ સાઉથ દિલ્હીના પૂર્વ મેયર પણ રહી ચુક્યા છે. આઝાદે ભાજપ કાર્યાલયમાં જાહેરમાં પોતાની પત્નીને તમાચો માર્યો હતો. જે બાદ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપ આઝાદસિંહ વિરૂદ્ધ કડક કાર્યવાહી પણ કરવાની તૈયારીમાં છે. મળતી માહિતી મુજબ આઝાદ સિંહ અને તેની પત્ની વચ્ચે છેલ્લા ઘણાં સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

(12:13 pm IST)